માગણી:વિરમગામમાં ચાલતાં ગેરકાયદે કતલખાનાં બંધ કરાવવા માગણી

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ શહેરમાં મૃત પશુઓનાં ચામડાં, હાડકાંનો નિકાલ કરવા ચીફ ઓફિસરને સ્થાનિકોની રજૂઆત

વિરમગામ શહેરમાં ખાડિયા ઠક્કરબાપા કોલોની પાસે રૈયાપુર રોડ ખાતે રહેતા અરજદાર શેખ ઉસ્માનભાઈ મોહમ્મદભાઈ દ્વારા વિરમગામ નગરપાલીકા ચીફ ઓફિસરને ખાડિયા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા અને મૃત પશુઓના ચામડા અને અને હાડકા વાડામાં ખુલ્લા રાખતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા લેખિતમાં માંગ આવી છે.

વિરમગામ શહેરમાં રૈયાપુર રોડ વિસ્તારના ખાડિયા તરીકે ઓળખાતી જગ્યા પાસે ખાટકી લોકોના વાડાઓ આવેલા છે અને આ ખુલ્લા વાડાઓમાં પ્રાણીઓની કતલ કરવામાં આવે છે અને પ્રાણીઓના ચામડા અને હાડકા તેમના વાડામાં ખુલ્લામાં રાખે છે જેનાથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં ખુબજ ગંધ આવે છે અને રોગચાળો થવાની પણ ખૂબ જ શક્યતાઓ રહેલી છે જેથી ખાટકી જુબેર ભાઈ ગુલામ રબ્બાની,મહેકુજ, અબ્દુલ રજાક, અક્રમ, હૈદરભાઈ, અબ્દુલ કરીમ, ગનીભાઈ, અબુભાઈ વગેરેના વાળાઓ આવેલા છે અને બકરાવાળાના પણ મકાનો આવેલા છે હાલમાં ખાટકી જુબેરભાઈ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્ય છે અને જૂથ વાળા વ્યક્તિ હોય અમોએ અવારનવાર કહેવા જતાં પોતાનું કાર્ય બંધ કરતા નથી નગરપાલિકા દ્વારા વર્ષ ઘણા વર્ષો અગાઉ કતલખાનાના લાયસન્સ બંધ કરેલા છે તેમ છતાં પણ તેઓ ગેરકાયદે કતલખાનું ચલાવે છે જેથી સ્થળ તપાસ કરી કતલ કરેલા પશુઓના હાડકા ચામડા પડેલા છે.

જેથી ઉપરોક્ત ગેરકાયદે કતલખાના બંધ કરાવવા અને મૃત પશુઓના હાડકાં ચામડાનો સ્થળ પરથી નિકાલ કરવા અરજદાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. લેખિત અરજીની નકલો વિરમગામ ટાઉન પી.આઇ, ડીવાયએસપી,મામલતદાર અને પ્રાંતને આપવામાં આવી છે. હાડકાને કારણે લોકોને પસાર થવામાં મુશ્કેલી ઊભી થાય છે.

અન્ય સમાચારો પણ છે...