તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:વિકૃત માનસિકતા ધરાવતા વસીમ રિઝવી સામે કાર્યવાહી કરવા માંગ

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામ શહેરના મુસ્લિમ સમાજે આવેદન પાઠવ્યું
 • ધાર્મિક લાગણી દુભાવવાના બદઇરાદાથી કુરાનના 26 આયાતોનુ ખોટુ અર્થઘટન કરીને હટાવવા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરતાં રોષ ફેલાયો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પુરવારૂપે ધ્યાને લઇ યુપીના વસીમ રિઝવી અને તેના વકીલ સામે કાર્યવાહીને લઇને 26 માર્ચના રોજ વિરમગામ નાયબ કલેકટર અને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બેનરો સાથે મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામા હાજર રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વસીમ રીઝવી એ ઘાર્મિક લાગણી દુભાવવાના બદઇરાદાથી પવિત્ર કુરાનના 26 આયાતોનુ ખોટુ અર્થઘટન કરીને હટાવવા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરતા દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા વિરમગામ નાયબ કલેકટર ઓફિસ અને વિરમગામ ટાઉન પોલીસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર કુરાન પાક અલ્લાહની કિતાબ છે તેમાં એક અક્ષરને પણ ફેર બદલી થઈ શકતી નથી. ત્યારે વિકૃત માનસિકતા ધરાવતા ફક્ત નામ માત્રના મુસલમાન વસીમ રિઝવી ધાર્મિક લાગણી દુભાવવાના બદઈરાદાથી કુરાન પાકની પવિત્ર 26 આયાતોનું ખોટું અર્થઘટન કરીને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે.

જેનાથી દેશભરના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાઈ છે જેથી સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થયો છે. તે પુરાવારૂપે ધ્યાને લઇ ધાર્મિક લાગણી દુભાવવાના સબ તાત્કાલિક ફાયર દાખલ કરવા આદેશ આપવા અને આવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો