તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપેરિંગ કરો:રૈયાપુર-ભરવાડી દરવાજા સુધીના રસ્તાને ઉબડખાબડ રોડ જાહેર કરો

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામનો એકમાત્ર મુખ્ય પ્રવેશદ્વાર સમો ઉબડખાબડ રોડ રિપેર કરો

વિરમગામ શહેરમાં અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ આવવા-જવા માટે પ્રવેશદ્વાર સમાન એકમાત્ર રૈયાપુર દરવાજા થી ભરવાડી દરવાજા સુધીનો રોડ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે જ્યાં રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડેલા છે છતાં વર્ષોથી સત્તાધીશોનો ધ્યાને આ જર્જરિત રોડ નજરે પડતો નથી આ માર્ગની મરામત કરવા માટે માર્ગ-મકાન વિભાગ વિરમગામ દ્વારા 2002 ના વર્ષથી નગરપાલિકા હસ્તક આપવામાં આવેલ છે જેથી આ માર્ગની જાળવણી અને મરામતની કામગીરી વિરમગામ નગરપાલીકા ની બને છે.

ત્યારે આ જર્જરિત રસ્તા બાબતે સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ દ્વારા વિરમગામ નગરપાલીકા,વિરમગામ નાયબ કલેકટર સહિત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી આ માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં અને મસમોટા ખાડા પડી ગયા છે હાલમાં ચોમાસાની સિઝનમાં ખાડાઓ અને ઉબડખાબડ રોડ ને લઈને વાહનચાલકો અને રાહદારીઓ ને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફની એસટી બસો આ રસ્તેથી પસાર થાય છે જેથી અકસ્માત થવાનો ભય પણ વધી ગયો છે આ માર્ગના નવિનીકરણ માટે અનેકવાર રજૂઆતો કરેલ છે પરંતુ નગરપાલિકા દ્વારા દર વર્ષો થી ખાડાઓમાં કાચા મેટલ નાખીને કામ ચલાઉ કાર્ય કરવામાં આવે છે જેથી ટુ વ્હીલર સ્લિપ થવાના બનાવો બને છે જેથી આ રોડ નો કાયમી ઉકેલ નગરપાલિકા દ્વારા ન કરવામાં આવે તો આ રોડ નુ નામ ઉબડખાબડ રોડ જાહેર કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...