અગમ્ય કારણોસર મોત:વિરમગામના વાંસવાની તલાવડીમાં નાહવા પડેલાં 2 કિશોરના મોત

વિરમગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાના રહેવાસી બંને કિશોર પરિવાર સાથે મજૂરીએ આવ્યા હતા

વિરમગામ તાલુકાના વાંસવા ગામની સીમમાં શિલ્પા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સામે જાહેર રોડની બાજુમાં આવેલી તલાવડીમાં બે કિશોરો શનિવારના રોજ મોડી સાંજના સમયે નાહવા જતા અગમ્ય કારણોસર તળાવમાં ડૂબી જતા બંને કિશોરો નું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વિજેશભાઈ ભરતભાઈ કામોળ (ઉંમર વર્ષ 16 હાલ રહે. વાંસવા ગામની સીમમાં મૂળ રહે. ખરસાણા,તાલુકો.ઝાલોદ, જિલ્લો. દાહોદ) અને રાજેશભાઈ કડકિયાભાઈ શેલોત (ઉમર વર્ષ 16 હાલ રહે. વાંસવા ગામની સીમમાં મૂળ રહે. જેતપુર,તાલુકો.ઝાલોદ,જિલ્લો.દાહોદ) તેમના માતા-પિતા સાથે મજૂરી અર્થે વાંચવા ગામની સીમમાં રહેતા હતા. ત્યારે તારીખ 4 જૂન 2022 ના આશરે સાંજના 7:00 આસપાસ વાંસવા ગામ ની સીમમાં શિલ્પા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ ની સામે આવેલી તલાવડીમાં નાહવા ગયા હતા.

જે દરમિયાન બંને કિશોરો પાણીમાં ગરકાવ થઈ ગયેલ જે આ બાબતની જાણ તેમના પરિવારજનોને થતાં બંને કિશોરો ને સીમ તલાવડી માં શોધખોળ કરી બહાર કાઢવામાં આવેલ અને બન્નેને વિરમગામની ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જે બાબત વીરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં સુવસીંગભાઈ દલજીભાઇ કામોળ દ્વારા જાણ કરાતા વિરમગામ રૂરલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...