તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વિરમગામના યુવકનું લેપટોપ દાંતીવાડા પોલીસે કબજે લીધું

વિરમગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાંતીવાડા યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યા
 • મૃતક યુવકનાં માતા-પિતા તથા બહેનનું નિવેદન લેવાયું

બનાસકાંઠાના જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા અને પીજી બોયઝ હોસ્ટેલમાં રહેતો વિરમગામનો જય સુરેશભાઈ સિંધવ (ઉં.23) એગ્રીકલ્ચરલ માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસક્રમ કરતો હતો. જેમાં તેણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

મૃતક જય સુરેશભાઈ સિંધવ(દરજી) અને તેનો પરિવાર વિરમગામ શહેરમાં આવેલા અવધ રેસીડેન્સી ખાતે 10 નંબરના રો-હાઉસમાં રહે છે ત્યારે એકનો એક પુત્ર ગુમાવનાર માતા પરેશ બેન અને મૃતકની બહેન ભૂમિ દ્વારા દાંતીવાડા પોલીસને નિવેદનમાં હોસ્ટેલ અને અન્ય વિદ્યાર્થીઓના વર્તન બાબત મૃતક જયે કહેલી વાતો જણાવી હતી અને મારા પુત્રની હત્યા થઈ છે જે બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી મારા મૃતક પુત્રને ન્યાય અપાવવા માંગ કરી હતી.

જે તા. 8 માર્ચ ના રોજ હોસ્ટેલના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવેલા અને પ્રાથમિક તપાસમાં દાંતીવાડા પોલીસ દ્વારા ઝેરી દવા પીને અગમ્ય કારણોસર જીવન ટૂંકા બાબતે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. બનાવના દિવસે યુનિવર્સિટીના રેક્ટર નું પરિવારજનો સાથે વિચિત્ર અને શંકાસ્પદ વર્તન હતું મૃતક જય ની બાજુમાં પડેલ પર્સનલ લેપટોપ માથી અજાણ્યા શખ્સોએ લેપટોપ ચાલુ કરી તેમાંથી ડેટા ડિલીટ કર્યો હોવાનો પરિવારજનોએ અગાઉ આક્ષેપ કર્યો હતો.

દાંતીવાડા પીએસઆઇ ચૌધરી સહિતની ટીમ 27 માર્ચ શનિવારના રોજ વિરમગામ આવી હતી અને પરિવારજનો પાસેથી લેપટોપનો કબજો મેળવેલ હતો અને પરિવારજનોના નિવેદન લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો