રજૂઆત:નળકાંઠા વિસ્તારમાં કેનાલ તૂટતાં 3 હજાર વિઘા જમીનમાં નુકસાન

વિરમગામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રીને ઉદેશીને વિરમગામ 39 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા તા. 26 ઓગસ્ટ 2020ના રોજ વિરમગામ તાલુકા ના નળકાંઠા વિસ્તારમાં ઘોડા ફીડર (કાચી કેનાલ) માં ગાબડું પડવાના ના કારણે કાંઠા વિસ્તાર ના સમગ્ર ખેડૂતો ને થયેલ નુકસાન બાબતો પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યા અનુસાર મારા મત વિસ્તારના નળકાંઠાના રૂપાવટી-અસલગામ માંથી પસાર થતી ઘોડા ફીડર (કાચી કેનાલ) જે દરેક વર્ષની માફક આ વર્ષે પણ ઓવરફલો થતા તેમાં ગાબડું પડતા આશરે 3000 વીઘા જમીનમાં તેના પાણી ફરી વળ્યા હતા અને ખેતી નો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો છે.

આ ઘોડા ફીડર (કાચી કેનાલ) અત્યારે ? ખુબ જ છીછરી થયેલ હોઈ સત્વરે 5-7 ફૂટ ઉંડી કરવાની તેમજ બંને બાજુ ના પારા મજૂબત કરવાની તાકીદે જરુરુ છે. સમગ્ર નળકાંઠા ના ગ્રામ્ય વિસ્તાર માંથી પસાર થી આ ઘોડા ફીડર (કાચી કેનાલ) ને પાકી કેનાલ બનાવવામાં આવે એવી નળકાંઠા ના સર્વે ગામ લોકો વતી મારી આપની પાસે તાત્કાલિક યોગ્ય કરવા માંગણી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કૃષિમંત્રી આર.સી.ફળદુ, અમદાવાદ જિલ્લા કલેકટર,અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી,વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા વિકાસ અધિકારીને પત્રની કોપી મોકલી આપેલ છે. નળકાંઠા વિસ્તારની જમીનનો સરવે કરીને નુકસાનીનો ક્યાસ કાઢી ખેડૂતોને સહાય ચુકવાય તેવી માગણી ધારાસભ્ય દ્વારા કરાઇ છે.