માંગ:દલિત અધિકાર મંચે આવેદન આપી વિધવા સહાય ચાલુ કરવાની માંગ કરી

વિરમગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ મામલતદાર કચેરી દ્વારા મજૂર થયેલી 31 મહિલાઓ વિધવા સહાયથી વંચિત હોવાની જાણ થતાં મામલતદાર દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપી

વિરમગામ મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા શાખામાં શહેર અને તાલુકાના ગામોની વિધવા બહેનો સરકારની યોજનાનો લાભ મેળવવા ફોર્મ ભરે છે. ત્યારે અહીં કામ કરતા કર્મચારીઓની અડોડાઈને લીધે વિધવા બહનોને બે બે વર્ષથી મંજુર થયેલ હુકમોમાં સહાય ચુકવવામાં આવતી ન હોવાની રજૂઆતો દલિત અધિકાર મંચમાં સંયોજક કિરીટ રાઠોડના ધ્યાને આવી હતી.

મામલતદાર કચેરીમાં વિધવા સહાયનો લાભ મળે તે કામગીરી સમાજ સુરક્ષા શાખા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ વિધવા સહાય મંજુર થયેલ હોવા છતાં વિધવા અને નિરાધાર બહેનો સહાય મેળવવાથી વંચિત હોવાની અનેક રજૂઆતોના ઉકેલમાં આ શાખાના કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોવાનું માલુમ પડે છે. લાભાર્થી લસીબેન નારણભાઇ મારવાડીને વિધવા સહાય મંજૂરીનો પત્ર તા. 10/02/2020 ના રોજ મામલતદાર દ્વારા આપવામાં આવ્યો હતો. પણ બે બે વર્ષ થવા છતાં વિધવા બહેનને એક રૂપિયાની સહાય મળી નથી.

આ બાબતે વધુ માહિતી મેળવવા કિરીટ રાઠોડે મામલતદાર કચેરીનો સંપર્ક કરતા જાણવા મળેલું કે 31બહેનોને વિધવા સહાય મંજુર કરવામાં આવી છે. પણ સહાય મળતી નથી. આ બધી માહિતી એકત્રિત કરીને વિધવા બહેનોને સાથે રાખીને નાયબ કલેકટર અને મામલતદાર વિરમગામને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...