તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભૂત ખડકી વિસ્તારના ઝઘડામાં 15 શખ્સો સામે ક્રોસ ફરિયાદ

વિરમગામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામમાં પાલિકાના સભ્ય પર થયેલા હુમલા સંદર્ભે
 • ફરિયાદી મહિલાના ઘરે કામ કરતી મહિલાને કામ બંધ કરી દેવાનું કહેતા બબાલ થઇ હતી, પોલીસ તપાસ શરૂ

વિરમગામ ભૂત ખડકી વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારીના બનેલા બનાવમાં નગર પાલિકા સદસ્ય ભરત બબાજી ઠાકોર દ્વારા બે શખ્સો વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા બાબત ફરિયાદ આપી હતી. જે અનુસંધાને સામા પક્ષ દ્વારા ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોમલબેન ચંદ્રસિંહ ગોહિલ દ્વારા આપેલી ફરિયાદ મુજબ ફરિયાદીના ઘરે કામ કરતા સંગીતાબેનને લાલો દીલીપભાઇ ઠાકોરે ફરિયાદીના ઘરે કામ કરવાનું બંધ કરી દે તેમ કહી અન્ય સાગરીતો સાથે ફરિયાદીના ઘરે સુરજસિંહ તેમજ ચંદ્રસિંહને મારી ઘરમાં તોડફોડ કરી અર્જુનસિંહ માથાના ભાગે ઇજા કરી આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાના મળતીયા માણસોને ફરિયાદીના ઘરે પ્રાણઘાતક હથિયારો સાથે મોકલી ફરિયાદીના ધરમાં પ્રવેશ કરી જલદ પદાર્થ ફરિયાદીના ઘર ઉપર છાંટી ફરીયાદીના ઘરમાં રહેલી ચીજવસ્તુઓ સળગાવી નુકસાન કર્યું હતું.

જે બાબતે આરોપીઓ લાલો દીલીપભાઇ ઠાકોર,ભરત બબાજી ઠાકોર, વિજય બબાજી ઠાકોર,ઘનશ્યામ ઠાકોર,રણાજી ઠાકોર,દીપક ઝવેરભાઇ ઠાકોર, ભરત તલાજી ઠાકોર,પવન ઠાકોર, શંભુ, અરવિંદ ઠાકોર, રીચાર્ડ ચેનલવાળો, અન્ય 4 અજાણ્યા ઈસમો સહિત કુલ 15 સામે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો