કાર્યવાહી:ફરાર આરોપીના ઘરમાંથી દેશી તમંચો, કારતૂસ પકડાયા

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા કેસમાં પોલીસની તપાસમાં

પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર અમદાવાદ વિભાગ ,મહે.જિલ્લા પોલીસવડા અમિત વસાવા અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. ચૌહાણદ્વારા ગેરકાયદે હથિયારના ગુનાઓ સુધી કાઢવા અવારનવાર સૂચનાઓ કરવામાં આવેલ જે અનુસંધાને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીના ત્યાં સર્ચ કરતા દેશી તમંચો-કારતૂસ ઝડપાયા હતા.

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટર ના પતિ હર્ષદકુમાર ગામોટની હત્યાના ગુનામાં ફરાર આરોપી શખ્સના પિતા જીલુભાઇ મેરૂભાઈ કાઠીને તેમના દીકરાની પુછપરછ કરવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા જેમાં જીલુભાઈ કાઠીએ જણાવેલ કે તેમનો દીકરો પ્રવીણ ગુનો કર્યા બાદ ઘરે આવેલ હોવાનું જણાવેલ અને ઘરે આવી કાંઈ કીધા વગર ઘરેથી નીકળી ગયો હોવાનું જણાવ્યુ હતું.

જે બાબતને લઈને વિરમગામ ટાઉન પીઆઈ કે.આઈ. જાડેજા,એએસઆઈ મહેન્દ્રભાઈ જગાજી સહિત પોલીસ સ્ટાફ સાથે આરોપી પ્રવીણભાઈ જીલુભાઈ કાઠી (રહે.વિરમગામ-મિલકમ્પ ાઉન્ડ)ના પિતા જીલુભાઈ કાઠી સાથે પંચ રૂબરૂ ઘરની ઝડતી તપાસ દરમિયાન પેટી પલંગ માંથી પ્લાસ્ટિકની કોથળીમાં સંતાડેલ ગેરકાયદે લોખંડનો દેશી તમંચો તથા બે જીવતા કારતૂસ કિંમત ₹.10200/- ના મુદ્દામાલ ઝડપી પાડેલો તમંચો અને કારતૂસ બાબતે દિલુભાઇ કાઠીની પૂછપરછ કરતા સદરી તમંચો દીકરા પ્રવિણે આપેલ હોવાનું જણાવેલ જેથી પોલીસ દ્વારા જીલુભાઈ મેરૂભાઈ કાઠી અને વોન્ટેડ પ્રવીણભાઈ જીલુભાઇ કાઠી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...