કાર્યવાહી:વિરમગામ હાઇવે પર પાર્લરમાંથી બનાવટી સીગારેટ પકડાઇ

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 પેકેટ પકડી 2 વેેપારી સામે ગુનો નોંધાયો

વિરમગામ-હાઇવે પર આસોપાલવ હોટલ ના પાન પાર્લર માથી આરોગ્ય વિષયક ચિત્રાત્મક/ લખાણ વગરની તમાકુ ની જુદી જુદી બ્રાન્ડની વિદેશી બનાવટની ઇમ્પોર્ટેડ ગેરકાયદેસર સીગારેટ કુલ પેકેટ જથ્થા વેચાણને લઇ સિગારેટ પેકેટનો જથ્થો ઝડપ્યો હતો. વિરમગામ રૂરલ પોલીસ મથકમા 2 શખ્સો સામે ગુનો નોંઘાયો છે. વિરમગામ હાંસલપુર હાઇવે પર આસોપાલવ હોટલની આસોપાલવ પાન પાર્લરમાં ગેરકાયદેસર વેચાણ વિદેશી બ્રાન્ડની સીગારેટનો જથ્થો ઝડપાયો હતો.

તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા ભારત સરકાર દ્વારા વર્ષ 2008માં પ્રસિદ્ધ ગેઝેટની જોગવાઇ અન્વયે આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી/ લખાણ તેમજ અલગ-અલગ કંપની તમાકુ સિગારેટ પેકેટ નગ-11 કિ₹ 1200ના મુદ્દામાલ સાથે 2 વેપારી સામે ગુનો દાખલ કરાયો સરકારના નીતીનીયમ મુજબ ચેતવણીની છાપ જેમ કે વર્ડ વોર્નિંગ કે કેન્સર ની બિમારી દર્શાવતી કરી છાપ ન હોય જે તમાકુની સીગારેટનો જથ્થો પાડ્યો હતો. જ્યારે વેપારી સરફરાજ ફકરૂદિનભાઇ સાલાર (રહે માંડલ) અને સલીમભાઇ અલ્લારખાભાઇ મંડલી સામે વિરમગામ રૂરલ ગુનો દાખલ કરી વઘુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...