આક્રોશ:વિરમગામમાં વોર્ડ-6ના વિસ્તારોમાં દૂષિત પાણી પીવાનાં પાણીમાં ભળ્યું

વિરમગામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસ માં ઉકેલ ન આવે તો જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તેની જવાબદારી નગરપાલિકાના અધિકારીની રહેશે, કાઉન્સિલરમાં રોષ

વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1થી 9માં નાની મોટી વિવિધ સમસ્યાઓ છેલ્લા ઘણા વર્ષોથી જેમની તેમ છે. ત્યારે વોર્ડ નંબર 6માંથી ભાજપના ચૂંટાયેલા સદસ્ય ઉમેશકુમાર વ્યાસ દ્વારા વિરમગામ ચીફ ઓફિસરને પોતાના લેટરહેડ ઉપર વોર્ડ નંબર 6ના પારેખપોળ-સોની ફળી વિસ્તારની ઉભરાતી ગટરના પાણી પીવાના દૂષિત પાણી આવવા બાબત લેખિત ફરિયાદ કરાઇ છે. જેમાં વધુમાં જણાવ્યા અનુસાર વોર્ડ 6ના વિસ્તારની ફરિયાદ કરીએ ત્યારે કામદારોને સળિયા આપી મોકલી દેવામાં આવે છે અને સંતોષ માનવામાં આવે છે.

પરંતુ ખરેખર પાણી ક્યાં રોકાય છે અને રોકાણના કારણે પાણી કેમ ઉભરાય છે તે ટેકનિકલ પ્રશ્ન છે જેને માટે વિરમગામ નગરપાલિકામાં 4 એન્જીનિયર હોવા છતાં જો આ પ્રશ્ન તેઓ ઉકેલી શકતા ન હોય તો બે જ કારણો જણાય છે. તેમને આવા પ્રશ્નો ઉકેલવામાં રસ નથી અથવા તો તેઓ અણધડ અને આવડત વગરના છે.

જેથી દિવસ દસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવા તાકીદ કરીએ છીએ ત્યારબાદ જે તેવી પરિસ્થિતિ ઊભી થશે તેની તમામ જવાબદારી વિરમગામ નગરપાલિકાના મુખ્ય અધિકારીની રહેશે વિરમગામ નગરપાલિકા ખાતે હજુ માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થયેલ છે અને વિવિધ ખાતાઓમાં ચેરમેન નિમણૂક બાકી છે ત્યારે ભાજપના સદસ્ય ની લેખિત રજુઆતને લઈને નગરપાલિકામાં રાજકારણ ગરમાયું હોય તેમ જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...