સભા યોજાઈ:લાખાભાઈએ વિરમગામથી ફોર્મ ભર્યું પછી કોંગ્રેસે જાહેરાત કરી

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સત્તા પર આવશે તો 8 વચન પૂરા કરવાની ખાતરી

વિરમગામ બેઠક પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કોંગ્રેસ કાર્યકરો સાથે વિરમગામ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું હતું. વિરમગામ પોપટ ચોકડી પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ની આશીર્વાદ સભા યોજાઈ હતી. જન આશીર્વાદ સભામાં કોંગ્રેસના અગ્રણીઓ દિપસિંહ ઠાકોર કોંગ્રેસ ઓબીસી મંચ, સુધીરભાઈ રાવલ વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ. દેવેન્દ્રસિંહ સિંધવ, સહિતે કાર્યકરોને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવા વિનંતી કરી હતી.

10 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. લાખાભાઈએ જણાવ્યું હતું કે વિરમગામ વિધાનસભાના મતદારો એ જાતિવાદને નકારી દરેક સમાજના ઉમેદવારોને ધારાસભ્યો બનાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ સહિત વિકાસના કામો ખૂબ થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા જાહેર કરવામાં આવેલા 8 વચનો કોંગ્રેસ સત્તા પર આવશે તો જરૂર પૂરા કરશે વિરમગામ વિધાનસભા સીટ ઉપર ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા ઠાકોર સમાજને જ વિરમગામ વિધાનસભાની ટિકિટ આપવા માટે પ્રદેશ કાર્યાલયના દરવાજા ખખડાવ્યા હતા ત્યારે આપમાંથી વિરમગામ સીટ ઉપર થી રેશમા પટેલ ઉમેદવારી નોંધાવશે તે વાતે પણ જોર પકડ્યું છે ત્યારે 17 નવેમ્બર ના રોજ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

અન્ય સમાચારો પણ છે...