તપાસ:વિરમગામમાં હાર્ડવેરની દુકાનમાંથી 1.50 લાખથી વધુની ચોરીની ફરિયાદ

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માલસામાનના સ્ટોકની ગણતરી કરતાં તાળો ન મળતાં ફરિયાદ
  • સબમર્સીબલ મોટર, પંપ સહિતનાં સાધનોની ચોરી થતાં વિરમગામ પોલીસે તપાસ શરૂ કરી

વિરમગામ બસ સ્ટેશન સામે આવેલી ખેતી વપરાશના સાધનો અને હાર્ડવેરની ભવાની મશીનરી સ્ટોર નામની દુકાનમાંથી બે માસ દરમિયાન કોઈપણ સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પાણી ખેંચવાની મોટર સબમર્સીબલ પંપ કેબલ સહિતના કુલ રૂપિયા 1.5 લાખથી વધુના માલસામાન ચોરી કરી ગયા હોવા બાબતની ફરિયાદ દુકાનના માલિક વિમલેશ ઠક્કર દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.

દુકાન માલિક વિમલેશ ઠક્કર અને દુકાનના માણસો દ્વારા બે માસ પહેલા દુકાનમાં રહેલા માલ સામાનની ગણતરી કરી હાજર સ્ટોક મેળવેલો હતો. ત્યારે ફરીથી તારીખ 19 જુલાઈના રોજ સાંજના સમયે ખરીદ કરેલા અને દુકાનમાં રાખેલા ખેતીમાં વપરાતા સાધન અને હાર્ડવેર વસ્તુની ગણતરી કરતા દુકાનમાં રાખેલ સ્ટોકમાંથી 2 H.P. પાણી ખેંચવાની મોટર નંગ 3 કિંમત રૂપિયા 25,500, 2H.P. પાણી ખેચવાના પંપ નંગ 2 કિંમત રૂપિયા 15,000, પાણી ખેંચવાની અડધા ની મોટર નંગ 23કિંમત રૂપિયા 69,600, 1 H.P. ને પાણી ખેંચવાની મોટર નં-4 કિંમત રૂપિયા 18,000, પાણી ખેંચવાના સબમર્સીબલ પંપ નંગ પાંચ કિંમત રૂપિયા 22,500, કેબલ વાયર 50 મીટર કિંમત રૂપિયા 2000 જેવો અલગ-અલગ કંપનીઓના માલ સામાન મળી કુલ રૂપિયા 1,52,600ના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા શખ્શે કરી હોવા બાબત ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...