તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વનથળમાં મહિલાના ઘરમાં જઇ સંબંધ માટે દબાણ કરાતાં ફરિયાદ

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનો બનાવ
  • સંબંધ નહીં બાંધે તો તારા દીકરાને ગમે ત્યારે ગમે ત્યાં મારી નાખીશ તેવી ધમકી આપતાં ગામના જ શખ્સ સામે ગુનો દાખલ

વિરમગામ તાલુકાના વનથળ ગામે 23 જૂનના રોજ એક મહિલાના ઘરે જઈ ગામના જ શખ્સે હાથ પકડી બહેનને ખેચવા લાગી અને કહેલ કે તારે જેટલા પૈસા લેવા હોય તેટલા પૈસા લઇ લેજે પરંતુ તારે મારી સાથે સંબધ રાખવો પડશે અને જો તુ મારી સાથે સબંધ નહી રાખે તો તારા છોકરાને હુ ગમે ત્યારે ગમે તે રીતે મારી નાખીશ તેવી ધમકી આપતાં અને આરોપી છેલ્લા 6 મહીનાથી ફરીબહેનની પાછળ પાછળ આવી અવાર નવાર બેનને તેમની સાથે સબંધ બાધવા માટેની વાતો કરી ધાક ધમકીઓ આપી ગાળો બોલી ગુનો કર્યા બાબત વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ફરિયાદ અપાઇ છે.

ગઇ તા.23 જૂન ના રોજ બપોરના એકથી દોઢ વાગ્યાના અરસામાં ફરિયાદી મહિલા અને દિકરી તથા દિકરો ઘરે હાજર હતા. તે વખતે વિધવા મહિલા ઘરની ઓસરીમાં ઘરકામ કરતી હતી ત્યારે ગામના ચંદુભાઇ રામજીભાઇ ચાવડા તેમના ઘરે આવ્યા હતા અને હાથ પકડી મહિલાને ખેચી કહ્યું હતું કે તારે જેટલા પૈસા લેવા હોય તેટલા પૈસા લઇ લેજે પરંતુ તારે મારી સાથે સંબંધ રાખવો પડશે અને જો તુ મારી સાથે સબંધ નહી રાખે તો તારા છોકરાને હુ ગમે ત્યારે ગમે તે રીતે મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલાએ બુમાબુમ કરતા દિકરી તથા દિકરો આવી જતા આ ચંદુભાઇ કહે તો હતો કે તને ગમે ત્યારે ઝાલવાની છે તને હુ છોડવાનો નથી તેમ કહી ત્યાથી જતો રહ્યો હતો.

ચંદુભાઇ ફરિયાદી વિધવા હોવાથી છેલ્લા છ મહીનાથી પાછળ ફરે છે અને ખેતરમાં કોઇ કામ કાજ માટે જાય ત્યારે પણ આ ચંદુભાઇ પાછળ પાછળ આવી સબંધ બાધવા માટેની વાતો કરી ધાક ધમકીઓ આપે છે.

અન્ય સમાચારો પણ છે...