તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિરમગામના સચાણા ગામે વેચી દીધેલી જમીન ફરી વેચાણ કરતાં 16 સામે ફરિયાદ

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેવન્યું રેકોર્ડમાં નોંધ ન પડાવી હોવાથી આરોપીઓએ તેનો લાભ ઉઠાવ્યો

વિરમગામ તાલુકાના સચાણા ગામની સીમમાં આવેલી જમીન સર્વેનંબર 631તથા સર્વે નંબર 632ના મૂળ ખેડૂત ખાતેદાર દ્વારા દ્વારા વેચાણ આપેલી જમીન ખરીદાર દ્વારા શરતચુકથી રેવન્યુ રેકોર્ડમાં નોંધ ન પડાવેલી હોય મૂળ ખેડૂત ખાતેદારો દ્વારા ફરી વેચાણ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે જમીન ખરીદ વેચાણમાં સંડોવાયેલા 16 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદી ભરતભાઈ રતિલાલ ડેલિવાલા રહે.લીમડી જિલ્લો સુરેન્દ્રનગર દ્વારા આપેલ ફરિયાદમાં અનુસાર આ કામના આરોપી નંબર 1થી 12ના ઓની વડીલોપાર્જીત જમીનમાં મોજે સચાણા ગામની સીમ સર્વે નં 631 વાળી જમીન તથા સીમ સર્વે નં.632 જમીન આવેલ છે. જે બંને સર્વે નંબરોની જમીન આ કામના આરોપીઓ એ તેમના કુલમુખત્યાર તરીકે બાબુભાઈ સોમચંદ શાહ તથા ડોલરભાઇ વી.વોરા નાઓને જમીન વેચાણ કરવા માટે અલગ-અલગ બે નોટોરાઇઝ ઇર-રીવોકેબલ જનરલ પાવર ઓફ એટર્ની કરી આપેલ જે જનરલ પાવર ઓફ એટર્ની નોટરી ખલીદા રઝાઅલી મોમીન ના ઓના નોટરી રજીસ્ટર તથા તારીખ 15/10/ 1996 નોંધાયેલ છે જે પાવર ઓફ એટર્ની ના આધારે આ કામના ફરિયાદીને આરોપીઓએ આ બંને સર્વે નંબર ની જમીન જુદા જુદા અવેજ સ્વીકારી સર્વે નંબર 631ની જમીન વેચાણ દસ્તાવેજ કહબ્જે કર્યા હતા.

સર્વે નંબર 622ની જમીન વેચાણ દસ્તાવેજ તથા ₹21,500નો રોકડા સ્વિકારી આ બંને સર્વે નંબર ની જમીન આરોપીઓએ ફરિયાદીને વેચાણ આપેલી પરંતુ બંને સર્વે નંબરની જમીનના વેચાણ દસ્તાવેજ આ અંગે રેવન્યુ રેકર્ડમાં ફરિયાદી દ્વારા શરતચૂકથી નોંધ પડાવેલ નહીં હોવાથી રેવન્યુ રેકર્ડમાં બંને સર્વે નંબરની જમીન આરોપીઓના નામે ચાલુ રહેલ તે પછી ખેડૂત ખાતેદાર આરોપીઓએ સરવેનંબર 631 વેચાણ દસ્તાવેજ તથા સર્વે નંબર 632 વેચાણ દસ્તાવેજ તારીખ5/1/2008 થી આરોપી નંબર 13 અને આરોપી નંબર 15 ને વેચાણ આપી તથા આરોપી નંબર 13 અને 15 ના ઓએ આ બંને સર્વે નંબર ની જમીન આરોપી નંબર 16 ને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપી તથા આરોપી નંબર16 નાએ આરોપી નંબર14 ને વેચાણ દસ્તાવેજ વેચાણ આપેલ આ બંને સર્વે નંબર ની જમીન ફરિયાદીને વેચેલ હોવા નું જાણવા છતાં ખેડૂત ખાતેદાર આરોપીઓએ આરોપી નંબર 13, 14, 15, 16 ને અલગ-અલગ વેચાણ દસ્તાવેજો કરી આપી વેચાણ આપેલ તથા વેચાણ લેનાર આરોપી નંબર 13, 14, 15, 16નાએ જમીન વેચાણ રાખતા પહેલા ટાઇટલ ક્લિયર સર્ટી નહીં મેળવી રેવન્યુ રેકર્ડ સર્ચ નહીં કરાવી એકબીજાના મેળાપીપણામાં અલગ-અલગ રજીસ્ટર વેચાણ અનુસંધાન પાના નં-3

અન્ય સમાચારો પણ છે...