તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વિરમગામ સહિત જિલ્લાભરમાં પર્યુષણ પર્વની ઉજવણી શરૂ

વિરમગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે કોરોના મહામારીના કારણે પર્યુષણ પર્વની ઉજવણી ફિક્કી રહી હતી, ચાલું વર્ષે જૈનોમાં ઉત્સાહ

પર્યુષણ પર્વ શુક્રવારથી શરૂ થતાં જૈન સમાજમાં અનેરો ઉત્સાહ છે ગત વખતે પર્યુષણ પર્વ દરમિયાન થતી સાત આરાધનાને કોરોના મહામારી દરમિયાન ખૂબ ધક્કો પહોંચ્યો છે. પૂજા, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ, પાઠશાળા, પર્વ અને પ્રસંગ ગત વર્ષના પર્યુષણ પર્વ સંઘ સારી રીતે ઉજવી ન શક્યા મોટાભાગે ભારતભરમાં સહુએ પોતપોતાની રીતે પર્યુષણની આરાધના કરી હતી.

ચાલુ વર્ષ વિરમગામ માંડલ દેત્રોજ સહિત જિલ્લાભરમાં શુક્રવારથી શરૂ થતા પર્યુષણ પર્વની આરાધના શ્રી સંઘના સાનિધ્યમાં અને ગુરુ ભગવંતોની નિશ્રામાં ગુરુ ભગવંતોના હોય ત્યાં વીર સૈનિકો દ્વારા પર્યુષણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે વિરમગામના આંગણે વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ માં ચંદ્રશેખર વિજયજી મસાના 5 વિર સૈનિકો મુંબઈથી પધારશે છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ લીમડી ગોપાલ સંપ્રદાયના સાધ્વીજી ધારીણીબાય આદિઠાણા, દરિયા, સ્થાનક વાસી જૈન સંઘમાં સાધ્વીજી પરણાઈ આદિઠાણા, પાર્શ્વ ચંદ્ર જૈન સંઘમાં સાધ્વીજી વીરભદ્ર મસાની નિશ્રામાં પર્યુષણ પર્વની ઉજવણી થશે.

ત્યારે બાપજી સમુદાયના આચાર્ય નર રત્ન સૂરીશ્વરજી મ.સાની પ્રેરણા અને આશીર્વાદથી વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના યુવાનો ભાવેન અનિલભાઈ શાહ તથા ધર્મીલ કૌશિકભાઇ ગાંધી વિરમગામ થી 1800 કીમી દૂર કર્ણાટકમાં આવેલા શિમોગા જૈન સંઘમાં પર્યુષણ પર્વની આરાધના કરવા અને કરાવવા પહોંચ્યા છે પર્યુષણ પર્વના આઠ દિવસ સુધી આ યુવાનો દ્વારા દરરોજ પ્રતિકમણ પૂજા પ્રવચન કલ્પસૂત્ર વાંચન મહાવીર જન્મ વાંચન રાત્રી ભાવના આદિ શિમોગા જૈન સંઘના શ્રાવક-શ્રાવિકાઓને ધર્મ આરાધના કરાવશે.

અન્ય સમાચારો પણ છે...