તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુષ્ઠાન:સર્વમંગલ કામના અર્થે શ્રીસૂક્તના 1,89,756 પાઠનું અનુષ્ઠાન શરૂ

વિરમગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શ્રીસૂક્તના 21 વિદ્વાન ભૂદેવો દ્વારા અનુષ્ઠાન - Divya Bhaskar
શ્રીસૂક્તના 21 વિદ્વાન ભૂદેવો દ્વારા અનુષ્ઠાન
 • માંડલ ગામે શ્રી ખંભલાવ માતાજી ટ્રસ્ટ દ્વારા

અમદાવાદ જિલ્લાના માંડલ ગામે સુપ્રસિદ્ધ શ્રીખંભલાવ માતાનું મંદિર આવેલું છે હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીની વ્યાધિની ઉપાધિમાં સપડાયેલું છે ત્યારે વૈશ્વિક સર્વમંગલની ભાવના સાથે ખંભલાવ માતાજી ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરે શ્રી મહાલક્ષ્મીજી મા અનુષ્ઠાન નો પ્રારંભ 4 ડિસેમ્બર 2020 શુક્રવારથી 8 જાન્યુઆરી 2021 સુધી સળંગ 36 દિવસ સુધી દરરોજ શ્રીસૂક્તના 21 વિદ્વાન ભૂદેવો દ્વારા અનુષ્ઠાન કરે છે દરરોજ દરેક ભૂદેવો દ્વારા સવારે 7 કલાકથી સાંજના 8 કલાક સુધી 251 શ્રી સૂક્ત પાઠનું સમૂહમાં પઠન કરતાં સમગ્ર વાતાવરણ ઊર્જામય બની જાય છે.

શ્રીખંભલાવ માતાજી મંદિર ટ્રસ્ટના મહામંત્રી મુકેશભાઈ રાવલે જણાવ્યું હતું કે દેશ-વિદેશમાં કુળદેવી ખંભલાય માતાજી ના 7000 પરિવારો રહે છે જેથી સર્વ મંગલ કરતા શ્રી સૂક્તના જાપા અને પાઠનો અત્યંત મહિમા છે શ્રી સૂક્તના પાઠ દરેક પ્રકારના આધ્યાત્મિક દૈવિક અને ભૌતિક ક્લેશનો નાશ કરનાર છે શ્રીસૂક્તના પાઠ થી મનુષ્ય અને જ્યાં પણ તેનો ધ્વનિ પહોંચે છે તે સમગ્ર વાતાવરણ પવિત્ર અને મહામારીને દૂર કરનાર છે શ્રીસૂક્તના પાઠ વાંચન અને શ્રવણ કરવાથી મનોવાંછિત ફળ અને ધંધા વ્યવસાયમાં સફળતા સાથે લક્ષ્મી આપનાર છે. કોરોના મહામારી ને લઈને નીજ મંડપમાં સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા 1,89,756 શ્રી સૂક્ત અનુષ્ઠાન પૂર્ણ થતા અગ્નિનારાયણ ને દશાંશ(19,000)હોમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો