તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજીનામું:વિરમગામમાં ટિકિટની વહેંચણી મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ

વિરમગામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્યની મનમાનીથી નારાજ હોદ્દેદારોના પણ રાજીનામા

વિરમગામ શહેર કોંગ્રેસમાં નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ વહેંચણી બાબતે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા ખોટી દરમિયાનગીરી કરી ટિકિટ ની વહેંચણી કરતા કોંગ્રેસના પાયાના સંનિષ્ઠ કાર્યકર શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ અને પાલિકા ખાતે પૂર્વ વિરોધપક્ષ નેતા રણજીત ડોડીયા, વિરમગામ વિધાનસભા કો-ઓર્ડીનેટર સોશિયલ મીડિયાઅને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ માયનોરીટી સેલ ના ઘાચી મહંમદશૈફાન એન. દ્વારા હોદ્દા પરથી રાજીનામાં આપ્યા હતા અને સોશિયલ મીડિયા દ્વારા લેખિતમાં લેટરપેડ પર જાહેર કરાયા હતા.

ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ નો અમદાવાદ ખાતે પણ થોડા દિવસ પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે વિરમગામ નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાબતે વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ની ખોટી દરમિયાનગીરી થી સંનિષ્ઠ કાર્યકરો પાર્ટીના આગેવાનોને અન્યાય થતાં વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધી રાવલ અને પાલિકા નાવિરોધપક્ષના પૂર્વ નેતા રણજીત સિંહ ડોડીયા દ્વારા લેખિતમાં હોદ્દા પરથી રાજીનામાં આપ્યા અને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કર્યા હતા જેથી વિરમગામ શહેર કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. પાલિકાની 36 સીટમાંથી ગત ઇલેક્શનમાં કોંગ્રેસ16 જેમાંથી વોર્ડ નંબર 4 અને 5 ની 8 સીટ બિન હરીફ કોંગ્રેસના ફાળે હતી,ભાજપ 17 અને અપક્ષ 3 સીટ પર વિજેતા જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો