દુર્ઘટના:વિરમગામ-સાણંદ હાઈવે પર બસ અને બોલેરોમાં આગ લાગી

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 કિલોમીટરના અંતરે વિરમગામ-સાણંદ હાઈવે પર વાહનોમાં આગના બનાવો સદ્ભાગ્યે કોઇ જાનહાનિ નહીં

વિરમગામ અમદાવાદ હાઈવે સચાણા બાઇપાસ રોડ પર પસાર થઇ રહેલ મોરબી-દાહોદ એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં CNG એસટી બસમા માં અચાનક આગ ફાટી નીકળતા સમય સુચકતા વાપરી તમામ પેસેન્જરોને ડ્રાઇવર કંડક્ટર દ્વારા નીચે ઉતારી લેવામા સફળતા મળી હતી જ્યારે જોતજોતામાં આગે રોદ્ર રુપ ધારણ કરતા આખી બસ આગની લપેટમાં આવી ગઇ હતી.

હાઈવે પર બસમાં આગ લાગતા ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વાહનચાલકો દ્વારા પોતાના વાહનો થોભાવી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.વિરમગામ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમને આ અંગેની માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને બુઝાવવા નો પ્રયાસ શરૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એસટી બસમાં આગ લાગવાનો બનાવ સાણંદ-વિરમગામ હાઈવે સચાણા બાઇપાસ પાસે બન્યો તે ના કલાકો પહેલા સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી ગામ પાસે ઘાસનાના પુરા ભરેલ બોલેરો ગાડીમાં આગ લાગતા સંપૂર્ણ બોલેરો ગાડી સળગી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...