કાર્યવાહી:વિરમગામના સેરેશ્વર મહાદેવ ખાતે 4 સપ્ટેમ્બરે બ્રહ્મચોર્યાસી યોજાઇ

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર હર મહાદેવ, સેરેશ્વર મહાદેવ કી જય સહિત શ્લોકોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું

વિરમગામ શહેરના બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાંસલપુર ખાતે બિરાજમાન સેરેશ્વર મહાદેવના સમગ્ર ભંડારાનું આયોજન સંવત 2078 ભાદરવા સુદ 8 ને રવિવાર તા. 4/9/2022 ના રોજ સવારે 11 કલાકથી શરૂ કર્યું હતું. સવારે સમગ્ર બ્રાહ્મણોના ઇષ્ટદેવ સેરેશ્વર મહાદેવની મહાપુજાનો લાભ બ્રાહ્મણ જ્ઞાતિ વાડીના ચેરમેન વિજયભાઈ રાવલ સહિતના આગેવાનોએ લીધો હતો.

મહા પુજા બાદ મહા આરતી પૂર્ણ થતા સમગ્ર ભંડારો મહાપ્રસાદ લેવા અબોટીયા ધારણ કરી બ્રહ્મ આગેવાનો અને યુવાનો દ્વારા ભૂદેવ પરિવારોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવ્યા હતા.શ્રી સેરેશ્વર મહાદેવ સમગ્ર ભંડારા ટ્રસ્ટના પ્રવર્તમાન ટ્રસ્ટીઓ નીલકંઠભાઈ મુકુંદભાઈ વ્યાસ પ્રમુખ, કિરણકુમાર શિવપ્રસાદ દવે ઉપ-પ્રમુખ, દીવાકરભાઈ સોમભાઈ શુકલ મંત્રી, રાજેન્દ્રકુમાર જયંતીલાલ પંડ્યા સહમંત્રી, તેજસભાઈ ભરતભાઈ દવે જ્ઞાતિગોર, વિજયભાઈ હરિપ્રસાદ રાવલ ચેરમેન વગેરે બ્રાહ્મણ જ્ઞાતિ સહિતના સભ્યશ્રીઓ દ્વારા સમગ્ર ભંડારાનું આયોજન કર્યું હતું. વિરમગામથી હાંસલપુર સેરેશ્વર બ્રહ્મ પરિવારને જવા-આવવા માટે ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...