હુમલો:વિરમગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરતા બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાઉન પોલીસે રૈયાપુર સાચા પીરની દરગાહ પાસે રેડ કરતાં હુમલાનો બનાવ બન્યો

વિરમગામ ટાઉન પોલીસને રૈયાપુર સાચા પીરની દરગાહ પાસે દેશી દારૂ ગાળવામાં આવતો હોવાની બાતમી મળતા 21 ડિસેમ્બરની સવારે બાતમી વાળા સ્થળે રેડ કરતા સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો કાચો વોશ 200 લિટર તથા પાર્ટી ઉપરનું 50 લિટર ગરમ વોશ સાથે હબીબભાઈ રસુલભાઇ મીયાણા અને તેની પત્ની કરીમાબેન ઉસ્માનભાઈ ને ઝડપી લીધા હતા.

તે દરમિયાન આરોપીઓ કરીમાબેન ઉસ્માનભાઈ, રાયસંગભાઈ, રુકસાનાબેન યુસુફભાઈ, અફસાના બેન અકરમભાઇ, ફીરદોશબેન આરીફભાઇ, રહીમા ઉસ્માનભાઇ, ઇમરાનભાઇ ઉસ્માનભાઇ નાઓએ એક સંપ થઇ ગેરકાયદે મંડળી રચી ફરિયાદ પોલીસ કર્મી દિગ્વિજયસિંહ દાદુભા તેમજ સાથે ના પોલીસ કર્મીઓને ગાળો બોલી પથ્થરમારો કરી, લાકડીયો અને નખ નો ઉપયોગ કરી ફરિયાદીને માથામાં તેમજ શરીરે ઇજાઓ કરી હતી.

તેમજ સાથેના પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઇજાઓ કરી હતી. જે બાબતે ટાઉન પોલીસ દ્વારા હબીબભાઈ રસુલભાઇ, કરીમાબેન ઉસ્માનભાઈ, રાયસંગભાઈ, રુકસાનાબેન યુસુફભાઈ, અફસાનાબેન અકરમભાઇ, ફીરદોશબેન આરીફભાઇ, રહીમા ઉસ્માનભાઇ, ઇમરાનભાઇ ઉસ્માનભાઇ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...