તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિરમગામના વાસવા ચોકડી પાસેથી એલોપેથિક દવાઓ આપતા બોગસ તબીબને પકડી લેવાયો

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય SOGએ દરોડા પાડી મેડિકલ સાધનો, દવાઓ સહિત કુલ રૂ. 1.16 લાખનો મુદ્દામાલ કબજે લીધો, ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની ડ્રાઇવ ચાલુ રહેશે

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની વાસવા ચોકડી ખાતે ડિગ્રી વગર ના ડોક્ટર દ્વારા ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારુ એસ.ઓ.જી ગ્રામ્ય પીઆઈ ડી.એન પટેલને આપેલી જરૂરી સૂચનો તથા માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી શાખાના જીતેન્દ્રસિંહ વિરમદેવસિંહને મળેલી બાતમી હકીકત મુજબ ચોક્કસ આધારભૂત માહિતી આધારે વાસવા ચોકડી એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં દુકાન ભાડેથી રાખી.

તેમાં પિહુ ક્લિનિક નામથી ગેરકાયદે દવાખાનુ રાખી ડોક્ટર તરીકે નહીં એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટિસ કરી ગેરકાયદે એલોપેથિક દવાઓ આપતો રાજેન્દ્રકુમાર ગિરધરભાઈ પરમાર રહે મહાદેવપુરા તાલુકો વિરમગામને જુદી જુદી કંપની ની એલોપેથીક દવાઓ તથા મેડીકલ ના સાધનો મળી કુલ રૂપિયા 116553ના મુદ્દામાલ સાથે પકડી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ભીખુ ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ 30 મુજબ વિરમગામ પોલીસ સ્ટેશન નો રજીસ્ટર કરી સફળ કામગીરી કરવામાં આવેલ આ કામગીરીમાં પી.આઇ. ડી.એન.પટેલ, પી.એસ.આઇ. એમ.જી.પરમાર, એન.એલ.દેસાઈ, તેજદીપસિંહ વિરમદેવસિંહ, શક્તિસિંહ છત્રસિંહ,ગણેશભાઈ નાકુભાઈ, ત્રિલોકકુમાર પોપટલાલ, હર્ષદભાઈ રામભાઈ વગેરે એસ.ઓ.જી પોલીસ કર્મીઓ જોડાયા હતા.

આગામી દિવસોમાં આવી લગતની કામગીરી વિરમગામ વિસ્તાર સહિત જિલ્લામાં ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યુ હતું. જિલ્લાના ગ્રામ્ય િવસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી બની બેઠેલા ડોક્ટરો દવાખાનાના નામે હાટડીઓ ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને પગલે ગ્રમ્ય એસઓજીની ટીમે કાર્યવાહી કરી બોગસ તબીબને ઝડપી લઇ વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં ભોળી પ્રજાને ભરમાવીને બોગસ તબીબો તેમનો વેપલો ચલાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જેના પગલે પોલીસની વિવિધ ટીમોએ કાર્યરત થઇ કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...