નિરાકરણ ન આવતાં આંદોલન:વિરમગામના BJP કાઉન્સિલર ગંદકી બાબતે ઉપવાસ પર ઉતર્યા

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ભાજપના કાઉન્સિલર ગંદકી બાબતે ઉપવાસ આંદોલન - Divya Bhaskar
વિરમગામ ભાજપના કાઉન્સિલર ગંદકી બાબતે ઉપવાસ આંદોલન
  • પાલિકાના એન્જિનિયરો, અધિકારીઓ દ્વારા ઉભરાતી ગટરોનું 2 દિવસમાં નિરાકરણ ન આવતાં આંદોલન

વિરમગામ શહેરના વોર્ડ નંબર 7ના સત્તાધારી ભાજપ ના કાઉન્સિલર બિમલ પટેલ દ્વારા વિરમગામ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી માગણી કરવામાં આવેલ હતી કે વોર્ડ નંબર 7 માં ઉભરાતી ગટરો બાબતે વારંવારની રજૂઆતો છતાં કોઈ પરિણામ ન આવતા અને પરકોટા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોના હિસાબે અસહ્ય ગંદકી સ્થાનિક લોકો કંટાળી ગયા છે.

નગરપાલિકાના એન્જિનિયરો અધિકારીઓ દ્વારા ઉભરાતી ગટરોનું 2 દિવસમાં કોઈ નિરાકરણ ન આવતા 1 સપ્ટેમ્બર થી ગાંધી ચીંધ્યા માર્ગે સામે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચિમકી આપી હતી છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા વિરમગામ નગરપાલિકાની સામે ટેન્ટ બાંધી વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલર વિમલ પટેલ સહિત મહિલા કાઉન્સિલર જ્યોત્સનાબેન દલવાડીના પતિ મહેન્દ્રભાઈ દલવાડી પણ ઉપવાસ આંદોલન પર બેઠા હતા.

ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 7,વોર્ડ નંબર 8 સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા ઘણા સમયથી છે જાહેર રસ્તા ઉપર સતત ગટરના ગંદા પાણી વહી રહ્યા છે વોર્ડ નંબર 8 આઇઓસી કોલોની રોડ, મંગલમ સોસાયટી રોડ સહિતના ઉપર સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને કાઉન્સિલરોની હાજરીમાં અધિકારીઓ એન્જિનિયરો સહિત કર્મચારીઓ પણ 2દિવસમાં કામ થઈ જશે કહીને ચલક ચલાણુ રમીને 12 મહિના પછી પણ વારંવારની રજૂઆત છતાં કોઈ કામગીરી કરતા નથી.

કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરી લાખો રૂપિયાના મેનહોલ અને આઈસી ચેમ્બર સાફ કરવાના નામે બીલો બની જતા હોવાની શહેરભરમાં ચર્ચા છે ત્યારે વિરમગામ નગરપાલિકાના કથળેલ વહીવટ બાબતે સત્તાધારી ભાજપના આગેવાનો કે સરકાર કોઈ નિર્ણય કરશે કે નહીં ? વિરમગામ નગરપાલિકામાં કુલ 36 કાઉન્સિલરો માંથી 22 કાઉન્સિલરો સત્તાધારી ભાજપ પક્ષના છે જ્યારે 12 કાઉન્સિલરો અપક્ષ તરીકે ચૂંટાયેલ છે.z

અન્ય સમાચારો પણ છે...