વિરમગામ નગરપાલિકા ભાજપના મહિલા કોર્પોરેટર સોનલબેન ગામોટ ના પતી હર્ષદકુમાર ગામોટ(જોષી) ની હત્યા કરવાનું કાવતરું રચી થોડા દિવસો થી રેકી કરી રહ્યા હતા ત્યારે હર્ષદકુમાર ગામોટ પોતાના અષ્ટવિનાયક રેસીડેન્સી ઘરેથી બાઇક ઉપર 10 જાન્યુઆરી ની સાંજે રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળની તરફથી ફોરવીલ ગાડી બાઈક સાથે ભટકાડી નીચે પાડી દઈ ફોરવીલ ગાડીમાં આવેલું હુમલાખોરો દ્વારા તિક્ષ્ણ હથિયારો ના અસંખ્ય ઘા મારી નિર્મમ હત્યા કરેલ જે બાબતે પોલીસ દ્વારા એભલ કાઠી,ભાભલુ કાઠી અને અજીતકાઠી ની ધરપકડ કરવામાં આવી હતી
જ્યારે માસ્ટર માડન્ડ મુખ્ય આરોપી ભરતકાઠી સહિત રાજુ રુષી,ચકા મૂળજીભાઇ પરમાર, ભરત કાઠી અને પ્રવિણ કાઠી ફરાર છે તેમજ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલ ફોરવીલ ગાડી ફરાર આરોપીઓ લઈને નાસી ગયેલ હોય પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી લેવા ખાસ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે.
વિરમગામ ડિવિઝન ડીવાયએસપી ડી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ નું મૃતક સાથે વૈમનસ્ય હતું તેમ જણાવેલ વિરમગામ ટાઉન પોલીસની ટીમ દ્વારા આરોપીઓને સાથે લઈ બનાવના સ્થળે પંચ સાથે રિંકન્ટ્રક્શન કરી આરોપીઓ પાસેથી વધુ મૌખિક માહિતી મેળવેલ આવતીકાલે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.