તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વિરમગામ-સોકલી હાઈવે પર બાઈક સવાર પર હુમલો કરાયો

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી ધારિયા લાકડીઓથી પૂર્વયોજિત હુમલામાં 2 ઘાયલ 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

સોકલી હાઈવે થી વિરમગામ બાઈક ઉપર આવી રહેલ 2 શખ્સોને એસ.આર.પી.કેમ્પ નજીક ફોરવીલ લઈને આવેલા ઇસમો એ બાઈક સાથે ફોરવીલ ભટકાડી બન્ને શખ્સોને નીચે પાડી દઈ ફોરવીલ ગાડી માં આવેલ શખ્સો દ્વારા ધારીયા પાઇપ છરી લાકડી જેવા હથિયારોથી ઘાયલ કરી ફરાર થઈ ગયા હતા જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે.

બાઈકચાલક ફરિયાદી અલ્પેશભાઈ કાંતિભાઈ રહે. સોકલી, તાલુકો વિરમગામ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અનુસાર તારીખ 8 જુલાઈ ના રોજ બપોરે 3:15 કલાક આસપાસ સોકલી થી વિરમગામ એડીસી બેંકમાં ગાડી ના હપ્તા ભરવા માટે બાઈક લઈને ફરિયાદી અને કિશન નવઘણભાઈ ભરવાડ એસ.આર.પી.કેમ્પ પાસે આવી પહોંચતા અચાનક ફોર વ્હીલ ચાલકે બાઈક સાથે ગાડી ભટકાડી બંને નીચે પાડી દીધું અને ફોરવીલ માં આવેલ ભેમાભાઈ ચકુભાઈ ભરવાડ,ઈસાભાઈ રામાભાઈ ભરવાડ, હસુભાઈ ઉર્ફે વિષ્ણુભાઈ ખોડાભાઈ ભરવાડ

પોપટભાઈ ઉર્ફે માધુભાઈ ગફૂરભાઈ ભરવાડ, નગાભાઈ ભરવાડ(વિરમગામ નગરપાલીકા કાઉન્સિલર) રહે મેલડીનગર, વિજય ગફુરભાઈ,ગફૂર ભાઈ મોહનભાઈ રહે. મેલડીનગર દ્વારા ધારિયા પાઈપ છરી લાકડી જેવા હથિયારો ગાડી માંથી લઈ ગાળો બોલી અગાઉના થયેલ ઝઘડા બાબતે મનદુખ રાખી હુમલો કરતા ગંભીર ઇજાઓ કરી ફેક્ચર કરેલ જે દરમિયાન વિરમગામ એડીસી બેંકમાં ભરવા જતા રૂપિયા એક લાખ રોકડા સ્થળ પર પડી ગયેલ ફરિયાદી ઉપર થયેલ હુમલાની જાણ થતા તેના પરિવારજનો દ્વારા વિરમગામ ની હોસ્પિટલ ખાતે બંનેને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલી છે જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...