સમસ્યા:વિરમગામમાં સમાવિષ્ટ ભોજવા, હાંસલપુરમાં ગટર માટે રજૂઆત

વિરમગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિકાસ મંત્રીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી

વિરમગામ નગરપાલીકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપપ્રમુખ દિપાબેન મિલનભાઇ ઠક્કર દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાને રૂબરૂ મળી વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2015 નવા સીમાંકન થી સમાવિષ્ટ માં નવાવિસ્તાર ભોજવાવોર્ડ (નં.1) તથા હાંસલપુર(નં.9) માં ભુગર્ભ ગટર ના 4 th તથા 5 th ફેસ માટે D.P.R બનાવવાની રજુવાત કરવામાં આવી હતી.

વિરમગામ નગરપાલીકના ઉપપ્રમુખ દિપાબેન ઠક્કરે જણાવ્યુ હતુ કે, વિરમગામ નગરપાલીકા વિસ્તારમાં વર્ષ 2015માં ભોજવા અને હાંસલપુર ગામનો વિરમગામ નગરપાલીકા વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ભુગર્ભ ગટર યોજનાની સુવીધા બીલકુલ નથી. આ વિસ્તારને ભુગર્ભ ગટરની સુવિધા પુરી પાડવા તજજ્ઞો પાસે માપણી કરાવી બેઝ મેપ તૈયાર કરાવી આગામી 25 થી 30 વર્ષના સંભવિત વિકાસને ધ્યાનમાં રાખી નવો ડી.પી.આર બનાવવો પડે તેમ છે. તેમજ આ વિસ્તાર માટે પુરતી ક્ષમતાનો નવો એસ.ટી.પી બનાવવો જોઇએ. આ અંગે ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...