તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહિલાને પજવણી કરતા શખ્સને સમજાવવા જતાં છરી વડે હુમલો

વિરમગામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામના ઘોડા ગામની ઘટના
 • હુમલામાં મહિલાના પતિ સહિત 4 ઘાયલ, 5 વિરુદ્ધ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

વિરમગામ તાલુકાના નળ કાંઠા વિસ્તાર નાઘોડા ગામે મહિલાની પજવણી કરતા શખ્સને સમજાવવા જતા મહિલાના પતિ, સસરા, દિયર તેમજ કાકાજી સસરા ઉપર છરી વડે હુમલો કરી આરોપીના અન્ય સગાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા દ્વારા વીરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં 2 મહિલાઓ સહિત કુલ 5 સામે ફરિયાદ નોંધાઈ છે.

નળકાંઠા વિસ્તારમાં ઘોડા ગામે રહેતી મહિલા સાણંદ ખાતે આવેલ કંપનીમાં છેલ્લા 2 માસથી નોકરી કરવા જતી હતી. ત્યારે ઘોડા ગામનો જ નવીનભાઈ સોમાભાઈ ચાવડા ઘોડાથી સાણંદ કંપનીમાં આવવા જવા માટે મારી રિક્ષામાં આવવા જવાનું તેમ કહી હેરાન કરતો હતો જે બાબતે મહિલાના પતિ સહિતનાઓએ આરોપીને સમજાવવા માટે જતા નવીનભાઈ સોમાભાઈ ચાવડા (રહે.ઘોડા, તા. વિરમગામ) મુકેશભાઈ રતિલાલ ચાવડા (રહે. તા.દેત્રોજ), સોમાભાઈ ડુંગરભાઇ ચાવડા (રહે. તા.વિરમગામ), ધનીબેન સોમાભાઈ ચાવડા (રહે.તા.વિરમગામ), સુમિતાબેન મુકેશભાઈ ચાવડા (રહે.તા.દેત્રોજ)ના ઉશ્કેરાયેલ ગયેલ અને નવીન ચાવડા છરી લઈ આવી મહિલાના પતિ નવઘણભાઈને શરીરના ભાગે ઉપરાછાપરી હુમલો કરી ઘાયલ કરી દીધા હતા.

છોડાવવા વચ્ચે પડેલ મહિલાના સસરા અંબારામભાઈ, દિયર શિવરામભાઈ, કાકાજી સસરા મનુભાઈને પણ છરીથી નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. અન્ય ઉપરોક્ત આરોપીઓએ ઉપરાણું લઇ ઝઘડો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ વીરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો