હુમલો:વિરમગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પર હુમલો કરી લૂંટ કરી

વિરમગામ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ શહેરમાં રાજકીય ઓથધરાવતા લુખ્ખાઓનો આંતક

વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માંથી ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટાઈને આવેલ મહિલા સદસ્ય જે વિરમગામ નગરપાલિકામાં ન્યાય સમિતિનો હોદ્દો ધરાવે છે અને તેનો પતિ નગરપાલિકાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ અને વિવાદિત માનસિકતા ધરાવતા હાર્દિક રાઠોડ અને તેના અન્ય બે સાગરિતો દ્વારા વિરમગામ પોલીસ લાઈનમાં Asi વિરુદ્ધ આક્ષેપવાળી અરજી બાબતે એએસાઈ પાસે પતાવટ માટે હાર્દિક રાઠોડે પૈસાની માંગણી કરેલ જે નકારતા હાર્દિક રાઠોડ અને તેના સાગરિતો દ્વારા ઉશ્કેરાઈ જઈ એએસઆઈના ગળા ઉપર છરી રાખી ખીચામાં રહેલ રકમ કાઢી લીધેલ અને ગડદા પાટું સહિત છરીથી હુમલો કરી છાતી અને પેટના ભાગે ઇજાઓ પહોંચાડેલ ત્યારે એએસઆઈ દ્વારા બૂમાબૂમ કરતા પોલીસ ક્વાટર્સ માં રહેતા અને પોલીસકર્મીઓ આવી પહોંચતા હાર્દિક રાઠોડ ને ઝડપી પાડેલ જ્યારે તેના અન્ય બે સાગરીતો ભાગી જવામાં સફળ રહેલ જે બાબતે સત્તા માટે ભાજપ દ્વારા બુટલેગરો, હપ્તાખોરો, માથાભારે તત્વો ને કેસરિયો પહેરાવી પોલીસ અધિકારી ઉપર પણ છરી વડે હુમલો કરી શકતા અને લૂંટી લેતા તત્વો ને પ્રોત્સાહિત કરવાનું બંધ કરે તેવું વિરમગામની ભયભીત પ્રજા ઈચ્છી રહી છે.

જ્યારે સમગ્ર બનાવ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વિરમગામ ટાઉન પોલીસમાં ફરજ બજાવતા Asi હરેશભાઈ વાણીયા વિરુદ્ધ આક્ષેપવાળી લખેલ અરજી પોતાના મોબાઈલ ફોનમાં બતાવી આરોપી હાર્દિક ગીરીશભાઈ રાઠોડ દ્વારા ધાક ધમકી આપી અરજી બાબતે આગળ કાર્યવાહી ન કરવા બળજબરીથી પૈસા પડાવવા દબાણ કરેલ અને આરોપી હાર્દિકની સાથે આવેલ ધર્મેશ પારધી તથા અન્ય ઈસમ દ્વારા ઇરાદો પાર પાડવા પુર્વયોજીત કાવતરૂ કરી પૈસાની માંગણી કરતા Asi હરેશભાઈ દ્વારા પૈસા આપવાની ના પાડતા આરોપી ધર્મેશ પારધી તથા અજાણ્યા ઇસમે Asi હરેશભાઈ વાણીયા ને પકડી રાખી બંનેએ આરોપી હાર્દિક રાઠોડ ને છરી મારી પુરૂ કરી નાખ તેમ કહેતા હાર્દિક રાઠોડ ઉશ્કેરાઇ જઇ હરેશભાઈ વાણીયા ને મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે છરી મુકી તથા ઢીકા પાટુનો માર મારી આરોપી હાર્દિક રાઠોડ નાએ છાતી તથા પેટના ભાગે છરી વડે ઘા કરી ઇજા કરી એ.એસ.આઇ હરેશભાઈ વાણીયા ની નાઇટીના ખીસ્સામા રહેલ રૂપિયા 2200/- ની લુટ કરવા બાબત ની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસમાં આપેલ છે

અન્ય સમાચારો પણ છે...