તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વિરમગામમાં એક્ટિવા મૂકવા બાબત ઝઘડો થતાં પડોશીઓ દ્વારા હુમલો

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન પાસ પાસે આવેલા હોવાથી એક્ટિવા ખસેડી લેવા જણાવ્યું હતું, અન્ય સ્થળે એક્ટિવા મૂક્યું છતાં અદાવત રાખી પાઇપથી હુમલો કરાયો

વિરમગામ શહેરમાં ચકલા વિસ્તારમાં એકટીવા મૂકવા બાબતે પાડોશીઓ માં ઝઘડો થતાં 4 શખ્સો દ્વારા પાડોશી શખ્સ ઉપર લોખંડની પાછળથી હુમલો કરી પગે ફ્રેક્ચર કરતા વિરમગામની શિવ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ ઇજાગ્રસ્ત પાડોશી શખ્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે.

વિરમગામ શહેરમાં ચકલા વિસ્તારમાં મન્સૂરી મસ્જિદની પાસે રહેતા ફરિયાદી અયુબભાઈ મોહંમદભાઈ મન્સૂરી દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ અનુસાર રિયાઝ મહેબુબભાઇ મન્શૂરીનું મકાન પાસ પાસે આવેલું હોય તેમના ઘર નજીક એકટીવા પાર્ક કરેલ હોય જે લઈ લેવા માટે જણાવતા એકટીવા અન્ય જગ્યાએ મુક્યું હતું.

જે બાબતે અદાવત રાખી ગાળો બોલી ઝઘડો કરતા રિયાઝ મહેબુબભાઇ મન્સૂરી, સમીર મહેબુબભાઇ મન્સૂરી ને ગાળો બોલવાની ના પાડતાં રિયાઝ મહેબુબભાઇ મન્સૂરી, સમીર મહેબુબભાઇ મન્સૂરી, અનવર હુસેનભાઈ મન્સૂરી, હારીશ બાબુભાઈ મન્સૂરી દ્વારા લોખંડની પાઈપો લઈ સામે કેમ બોલે છે કહી હુમલો કરતાં પગ ફેક્ચર સહિત નાની મોટી ઇજાઓ કરી હતી.

તેમજ ફરિયાદી ની પત્ની અને દીકરી છોડાવવા વચ્ચે પડતા ગડદા પાટું માર માર્યો હતો. જેથી મૌલાના માણસો દ્વારા વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવાયા હતા. ત્યારે ઉપરોકત શખ્સો દ્વારા હાથમાં છરી રાખી આજે તો ઓછો માર્યો છે પરંતુ વખત આવે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઉપર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાસ પાસે રહેતા પડોશીઓ દ્વારા હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...