ભાસ્કર ઇમ્પેક્ટ:વિરમગામ મામલતદાર કચેરીમાં બેસવા માટે અંતે બાંકડા મુકાયા

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાચાર પ્રસિદ્ધ થતાં 48 કલાકમાં જ કામગીરી કરાઇ

વિરમગામ તાલુકા સેવાસદન ખાતે આવતા વિવિધ અરજદારોને બેસવા માટે સુવિધા ન હોવા બાબતના સમાચાર દિવ્ય ભાસ્કર દૈનિક દ્વારા સામાજિક કાર્યકર કિરીટ રાઠોડેની રજૂઆત પ્રસિદ્ધ કરતા આ અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચના ધ્યાને લઈને વિરમગામ મામલતદાર પીએમ ભટ્ટ દ્વારા તાત્કાલિક રજૂઆત ધ્યાને લઇ 48 કલાકમાં જ ઓફિસોમાં બેસવામાં બાકડા મૂકીને નાગરિકોની હાલાકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જેને લઈને સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ દ્વારા મામલતદારને પુષ્પગુચ્છ અર્પણ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે હજુ પણ સુવિધામાં વધારો થાય તેવી રજુઆત કરી હતી. આ બાબતે મામલતદારે હકારાત્મક અભિગમથી નાગરિકોને કોઈ અગવડ ન પડે તેની પૂરતી તકેદારી શક્ય હોય તે સહકાર આપવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...