કામગીરી:વિરમગામ શહેરમાં મિલ ફાટક પાસે અંડરગ્રાઉન્ડ બ્રિજ મંજૂર

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, વિરમગામ ના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સાંસદ ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ સી.આર પાટીલ, અમદાવાદ જીલ્લા ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામીને વિરમગામ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ સહિત વોર્ડ નંબર 2 /3ના કાઉન્સિલરો અને મીલ ફાટકના ભાજપના કાર્યકરો દ્વારા વર્ષોથી મિલ ફાટક પાસે ની અંડરગ્રાઉન્ડ ગરનાળું જર્જરીત અને પૂર્ણ થઇ ગયું હોય ઉપયોગમાં આવતું ન હોય ઈમરજન્સીના સમયમાં નાગરિકોને ફાટક બંધ રહેતા ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જે બાબતે લેખિત મૌખિક રજૂઆત કરેલ જે ધ્યાને લઇ સરકાર દ્વારા મિલ ફાટક પાસે અંડર ગ્રાઉન્ડ બ્રિજ મંજૂર કરતા આનંદ વ્યક્ત કર્યો હતો.

વિરમગામ શહેર મિલ રોડ 41A રેલવે ફાટક બાજુમાં અંદર ગ્રાઉન્ડ બ્રિજ માટે છેલ્લા ઘણા સમયથી વિરમગામ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ,વિરમગામ શહેર પ્રમુખ અને સંગઠન અને વોર્ડ નંબર 2 અને 3 ના કાઉન્સિલર તેમજ ભાજપની ટીમ દ્વારા વારંવાર રજૂઆત કરી જે રજૂઆતને ધ્યાનમાં લઇ વિરમગામ શહેરના વિસ્તારના 41 A રેલવે ફાટકની બાજુમાં મિલ રોડ તરફ જવાના રસ્તે અંદર ગ્રાઉન્ડ બ્રિજ મંજુર કર્યો તે બદલ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા,સી.આર.પાટીલ, તેમજ અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...