રજુઆત:વિરમગામમાં થતાં બેફામ ગેરકાયદે દબાણ બાબતે કલેક્ટરને આવેદન

વિરમગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેણાક વિસ્તારમાં આડેધડ દબાણ કરી રસ્તાઓ સાંકડા કરી નાખતા મુશ્કેલી, શહેરના જાગૃત નાગરિકે કલેક્ટરને પગલા લેવા જાણ કરી

વિરમગામ શહેરમાં રહેણાક વિસ્તારો થતું ગેરકાનૂની જાહેર રસ્તાઓ / જમીનનું બેફામ દબાણ ના મુદ્દે જાગૃત નાગરિક દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કલેકટરને ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી હતી.જેમાં અરજકર્તા આચાર્ય હરિકૃષ્ણ ફરશુરામ,શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, લુહારકોડ, કુંભાર વાસ, વિરમગામ શહેર, દ્વારા લેખિતમાં જણાવ્યા અનુસાર એક નાગરિક તરીકે ખૂબ જ દુખ સાથે જણાવવાનું કે વિરમગામમાં રહેણાક વિસ્તારોમાં મહોલ્લાઓ, શેરીઓ, અને બીજા જાહેર રસ્તાઓનું 20થી 25 વર્ષો થી આત્યંતિક દબાણ થઈ રહ્યું છે.

મહોલ્લાઓના કોમન ચોક દિવસે દિવસે નાના થતા જાય છે ટૂકી શેરીઓ પણ ખૂબ જ નાની થતી જાય છે. વિરમગામમાં જે જે જૂના બાંધકામો તોડી ને નવા થાય છે તે તે સરકારી રસ્તાઓની જાહેર આવાગમનના રસ્તાઓની ખુલ્લી જગ્યાઓ દબાવતા જ જાય છે. વિરમગામ નગરપાલિકા તરફથી ક્યારેય કોઈ પણ આંતરિક રસ્તાઓની, કે મહોલ્લા ગલીઓ શેરીઓના અંદરના રસ્તાઓની માપણી થતી નથી જેથી કોને ક્યારે કેટલી જમીન દબાવી તે ચેક જ થતું નથી.

​​​​​​​દલા તરવાડીના રીંગણાંની જેમ બધા જેમ ફાવે તેમ પોતાના દસ્તાવેજોમાં લખેલી, માપેલી પોતાની માલિકીની જમીન સિવાયની જાહેર જમીન, રસ્તાઓનું દબાણ કરી રહ્યા છે. પબ્લિકમાં હરીફાઈ લાગી છે કે પેલાએ આટલું દબાવ્યું તો હું આટલું તો દાબવું જ ને ! ઉપરોક્ત મુદ્દે હવે આ બંને જવાબદાર સત્તા મંડળો ઘોર નિદ્રામાં સૂતેલા છે આપને મારી નમ્ર અરજ છે કે સત્વરે જો આપ પગલાં નહીં લો તો પ્રજા અંદરો અંદર લડી ઝગડી મરશે. અને ઘોર અરાજકતા થશે. નોકર શાહોને પ્રજાના પૈસે પગરો ચૂકવાય છે તમામ સુવિધાઓ રાજા મહારાજાઓ જેવી અપાય છે પણ અમુક કશું કામ જ કરતાં નથી ને ખાલી પોતાની ખુરશીઓ જ શોભાવતા રહે છે જે ખૂબ જ દુખદ છે.

અન્ય સમાચારો પણ છે...