તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:લવજેહાદને અટકાવવા રાજ્યમાં કડક કાયદો બનાવવા આવેદન

વિરમગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિરમગામ નાયબ કલેકટર સહિત મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ને આવેદનપત્ર આપવામાં આવ્યું - Divya Bhaskar
વિરમગામ નાયબ કલેકટર સહિત મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ને આવેદનપત્ર આપવામાં આવ્યું
 • વિરમગામ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા રજૂઆત કરાઇ

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે 29 ડિસેમ્બર મંગળવારના રોજ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા લવ જેહાદ અને રોકવા તેમજ કડક કાયદા અમલી બનાવવા માટે વિરમગામ નાયબ કલેકટર સહિત મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ તેમજ તેમજ સમગ્ર ભારતમાં લવજેહાદનુ ષડયંત્ર બેરોકટોક ચાલી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લવ જેહાદ રોકવા માટે કડક કાનૂન બનાવવા માટેની જાહેરાતો કરી છે.

ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સંબોધીને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ઉપપ્રમુખ સતીષ ઠાકોર દ્વારા વિરમગામ નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને કડક કાયદાની અમલ વહેલી તકે થાય તેવી માંગ કરવામાં આવી છે અને આ બાબતે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ગુજરાતભરમાં જલદ આંદોલન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સતીશ ઠાકોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો