માગણી:જવાનને મારતા નળકાંઠા કોળી યુવા સંગઠનનું આવેદનપત્ર

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદનપત્ર આપી મામલામાં સામેલ પોલીસ કર્મીઓને તાત્કાલિક ડિસમિસ કરવા માગણી

હિન્દુસ્તાની સરહદે માં ભોમની રક્ષા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરતા ભારતીય સૈન્યના વીર જવાનો પ્રત્યે દેશના નાગરિકો પ્રેમ અને માંની ભાવનાથી જોવે છે ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા રજાઓમાં વતનમાં આવેલા આર્મીમેનને અપમાનિત કરી માર મારવાનો મામલો સામે આવતા ગુજરાતભરમાંથી આ મામલે સખત વિરોધ ઉભો થયો છે. ત્યારે નળકાંઠા યુવા સંગઠન દ્વારા વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપી આ મામલામાં સામેલ પોલીસ કર્મીઓને તાત્કાલિક ડિસમિસ કરવા માંગ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા કાનાભાઈ ગોવિંદભાઈ કેસવાળા જેવો હાલમાં તેમના વતનમાં રજા ઉપર હતા તેવા સમયે જૂનાગઢ પોલીસે દ્વારા આર્મીમેન ના ઘરે જઈને કાના ભાઈ ગોવિંદભાઈ કેસવાળા ઉપર બેફામ લાઠીચાર્જ કરવામાં આવેલ અને અપમાનિત કરેલ જે બાબત નો વિડીયો વાઈરલ થતા જવાબદાર પોલીસ વિરુદ્ધ રાષ્ટ્રોની કલમ લગાડી ફરિયાદ દાખલ કરવા મા આવે અને તાત્કાલિક બિઝનેસ કરવામાં આવે તેવી નળકાઠા કોળી યુવા સંગઠન વિરમગામ દ્વારા માં કરવામાં આવેલ છે અન્યથા ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...