વિરમગામ શહેર મીલરોડ તેમજ સામાસુર્યા ઠાકોર સમાજના બળવંતભાઇ ઠાકોર, દેવાભાઇ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, સુરેશભાઈ ઠાકોર સહિત સ્થાનિક દ્વારા તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર, વિરમગામ પ્રાંત કચેરી ખાતે હિન્દુ ધર્મ નો પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં વિરમગામ શહેરમાં મટન-મચ્છી માર્કેટ બંધ કરાવવા લેખિત માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ઉકત વિષય અંગે તા.9/8/21 ને સોમવાર થી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થયી ગયો હોય વિરમગામ શહેરમાં ખુલ્લામાં ચાલતા મટન-મચ્છી માર્કેટ બંધ કરાવવા અમારી માંગણી છે અને જુમ્મા મસ્જીદ પાસે બાલાજી ભગવાનનું મંદિર પણ આવેલું હોય હિન્દુ ધાર્મિક ભાવના વાળા જનતા દર્શન કરવા ત્યાં જાય છે તો ત્યાં આજુબાજુ મટનના તવા ચાલું હોય છે તે પણ બંધ કરાવવા અમારી માંગણી છે તે જ રીતે સામાસૂર્ય વિસ્તારમાં મચ્છી અને મુરઘી માર્કેટ ચાલે છે અને જાહેરમાં કટિંગ કરે છે. તેની આજુબાજુમાં હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તાર આવેલ છે જેથી કરી બંને સ્થળોએ નોનવેજ માર્કેટ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાતમાં બધી જગ્યાએ ચાલતા મટન-મચ્છી માર્કેટ લાયસન્સ હોવા છતાં બંધ કરાવવા મા આવ્યા છે તો વિરમગામ શહેરમાં તાત્કાલીક ખુલ્લેઆમ આમ ચાલતા મટન-મચ્છી માર્કેટ બંધ કરાવવા અમારી માંગણી છે ઉપરોક્ત માગણી બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર -વિરમગામ શહેર , ડી.વાય.એસ.પી. ને આવેદન પત્ર ની કોપી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.