રોગચાળાનો ભય:વિરમગામમાં નાની શેઠફળીમાં પીવાનું પાણી દૂષિત આવતાં રોષ

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3થી 4 દિવસથી નળમાં દુર્ગંધયુક્ત પાણી આવતાં રહીશોમાં રોગચાળાનો ભય

વિરમગામ શહેર વોર્ડ નંબર 6 માં આવેલ શ્રાવકની નાની શેઠફળી વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નળમાં પીવાના પાણી ની જગ્યાએ દુષિત અને ગંધ મારતું પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક રાજેશભાઈ દસાડિયા જણાવી રહ્યા છે

ચોમાસુ વાતાવરણને લઇ ને રોગચાળાનો ભય ફેલાયો છે ત્યારે પીવાના પાણી ની લાઈનમાં દૂષિત પાણી આવી રહ્યું છે નગરપાલિકામાં જાણ કરવા છતાં તાત્કાલિક કાર્યવાહી કરાતી નથી.ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટર ની લાઈનો અને ચેમ્બરો ઠેરઠેર લીકેજ છે જ્યારે નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં પીવાના પાણીની લાઈન નાખેલી છે જે જર્જરિત થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...