તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજને કલંકિત કરતા બનાવ:વિરમગામમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષીય સગીરને 100 રૂપિયાની લાલચ આપી યુવાન અડપલાં કરાતો હતો, પોલીસ ફરિયાદ

વિરમગામ શહેરમાં ભદ્ર સમાજને કલંકિત કરતા બનાવ બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા શહેર ચકચાર છે. જેમાં સગીરને લોભ લાલચ આપી અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા શખ્સ વિરુદ્ધ ભોગ બનનાર કિશોરના પિતાએ ફરિયાદ નોંધાવી છે . જેમાં સમગ્ર મામલે 17 વર્ષના સગીરના પિતાને સમગ્ર બાબતની જાણ થઈ હતી.

જેમાં આરોપી શખ્સ દ્વારા અવારનવાર લલચાવી ફોસલાવી સો-બસો રુપિયા આપી શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરતા ભોગ બનનાર સગીરના પિતાએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી શખ્સ મનીષ જયપ્રકાશ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી છે. વિરમગામ શહેરના સગીર વયના બાળક સાથે અવાર નવાર લલચાવી ફોસલાવી શારીરિક અડપલા કરી અવારનવાર સો-બસો રૂપિયા આપી લલચાવી ભોગ બનનાર સગીર બાળક સાથે અવાર નવાર શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરતા પીડિત સગીરના પિતાએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી શખ્સ મનીશ જયપ્રકાશ ગુપ્તા રહે બાધાવાડા વિરમગામ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...