આવેદન:વિરમગામ નગરપાલિકાના ઇજનેર વિરુદ્ધ ગ્રાન્ટના દુરુપયોગનો આરોપ

વિરમગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પર સુપરવિઝન નહીં કરતા કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ
  • વોર્ડ ન. 2ના ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા આવેદન આપ્યું

વિરમગામ નગરપાલિકા દ્વારા નાણાકીય ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરી ભૂગર્ભ/વરસાદી ગટરનું બુરાણ કરી નાગરિકોની સવલતોમાં અડચણ પેદા કરનાર ઈજનેર વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે વોર્ડ ન. ૨ ના ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા સામુહિક સહીઓ કરીને પ્રાદેશિક કમિશનર, નાયબ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસર અને પ્રમુખ ,નગરપાલિકા વિરમગામને લેખિત આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ને ઉદેશીને વિરમગામ પ્રાંત ઓફિસ ખાતે આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર વિરમગામ નગરપાલીકા દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ડોક્ટર આંબેડકર સોસાયટીના કોમન પ્લોટ માં માટીપુરાણ નું કામ હાથ ધરેલ છે.

અમારી જાણમાં છે કે અહીં પેવર બ્લોક નાખવાના છે હાલ આ કામમાં સરકારી માટે વિના મંજૂરીએ ખોદકામ કરી ખાનગી સોસાયટીના કોમન પ્લોટ માં પૂર્ણ કરેલ છે આ ખાનગી સોસાયટીની માલિકીની જમીનમાં સરકારી નાણાંનો ઉપયોગ કરીને ગટર વરસાદી પાણીના નિકાલની ગટર નું પૂર્ણ કરી દીધેલ છે આ બાબતે અમો અરજદાર એ અગાઉ તારીખ 24 માર્ચ 2020 ના રોજ પ્રમુખ તથા ચીફ ઓફિસર વિરમગામ ને લેખિત ધ્યાન દોરેલું છે.

કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ આ બાબતે આ કામનું સુપરવિઝન કરનાર સુપરવાઇઝર ઇજનેર આ કામના સ્થળે હાજરી નહોતા.જેથી આ સરકારી નાણાંનો દુરુપયોગ થતો અટકાવવામાં બેદરકારી દાખવનાર ઇજનેર વિરુદ્ધ નિયમ અનુસાર પગલાં ભરીને સરકારના લાખો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલની ગટર રીપેરીંગ કરી આપવાં માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...