તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:તલાટીઓના તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાશે

વિરમગામ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની માંડલ ખાતે બેઠક મળી

અમદાવાદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની માંડલ મુકામે કારોબારી સભા તારીખ 4 એપ્રિલ 2021ને રવિવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબત આ વખતના હિસાબો મંજુર કરવા બાબત બંધારણ ઘડવા અંગે ચર્ચા મંડળના સભ્યોના પડતર પ્રશ્નોની રજૂઆત 31 ડીસેમ્બર પછી નિવૃત થયેલા તલાટી કમ મંત્રીઓની સન્માન સહિત પ્રમુખ સ્થાનેથી અમૃતભાઈ મજેઠીયા દ્વારા તલાટી કમ મંત્રીઓના પ્રશ્નોનુ નિકાલ કરવાની આગવી શૈલી, નિષ્ઠા, પ્રમાણિકતા,આવડત અને ટીમ વર્કથી કામ કરવાની ધગશ અમદાવાદ જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જે જવાબદારીને ખંતથી પુરી કરવા 4/4/2021ને રવિવારે પ્રમુખ બન્યા પછીની પ્રથમ કારોબારી માંડલ ખાતે બોલાવી અને તલાટી કમ મંત્રીઓના તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમ પ્રમુખ અમૃતભાઇ મજેઠીયા,મહામંત્રી ચેતનભાઇ દુલેરા, રાજ્ય પ્રતિનિધિ મિતુલ દાન ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન માંડલ તાલુકા તલાટી કમ મંત્રી દ્વારા યોજવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો