અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા પરીણિત યુવકને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ થતાં યુવતીના પરિવારજનોએ યુવકને અવાર નવાર ટોર્ચર કરતાં હોવાથી યુવકે વિરમગામના કમીજલા ગામની સીમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ અંગે નળકાંઠા પોલીસ મથકમાં મહિલાઓ સહિત 8 સામે મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ પીઆઇ જી.પી. પરમાર ચલાવી રહ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર પ્રેમભાઈ વાસુદેવભાઈ પ્રજાપતિ અને મૃતક પરીણિત યુવક જનકભાઈ બંને અમરાઈવાડી ખાતે રહેતા હતા. ત્યારે આઠેક માસ અગાઉ સામેના મકાનમાં રહેતા રાકેશભાઈ જયંતીભાઈ પટેલની દીકરી નેન્સી સાથે જનકને પ્રેમ સંબંધ થઈ ગયો હતો. જેની જાણ રાકેશભાઈને થતા રાકેશભાઈએ તેમના શાળા જીગ્નેશના ઘરે રાત્રે જનકને મળવા બોલાવી અગાઉથી હાજર ઉરવલભાઈ સહિતના ત્રણે જણાએ જનકને માર માર્યો હતો અને પ્રેમભાઇ અને તેમના પિતાને પણ રાકેશભાઈએ મળવા બોલાવી જણાવ્યું હતું કે, તમારા જનકને સમજાવી દેજો મારી દીકરીને મળે નહિ અને ફોન કરે નહીં અને જો ફરીથી મળશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ તેના ભાઈને ઓગણજ ગામે તેની પત્ની સાથે રહેવા મોકલ્યો હતો.
છતાં ફરિયાદીના ઘરે ફરિયાદીને માર માર્યો હતો. ઓગણજ ખાતે મૃતક જનકના ઘરે જઇ ત્રાસ આપતા જનકે મુળગામ વિરમગામ તાલુકાના કમીજલા ગામે જઇ ગળેફાંસો ખાઇ લીધો હતો. આત્મહત્યા પહેલા ટોર્ચરથી આત્મહત્યા કરે છે તેમ મોબાઈલમાં વીડિયો ઉતારીને જણાવ્યું હતું. આરોપીઓમાં રાકેશભાઈ જયંતીભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ઉરવલભાઈ પટેલ, ગાયત્રીબેન રાકેશભાઇ પટેલ, નેન્સીબેન પટેલ, દિપ્તીબેન પટેલ, પિંકલબેન પટેલ અમદાવાદનો ઉલ્લેખ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.