પોલીસ કાર્યવાહી:અમદાવાદ LCBએ વિરમગામ નજીકથી દારૂના ભરેલ કાર ઝડપી

વિરમગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને કાર સહિત ₹2.34 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 1ને ઝડપ્યો

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન હદના હાંસલપુર આસોપાલવ હોટલ સર્કલથી વિરમગામ તરફ જતા રોડ પર શુભ આર્કેડની બાજુમા આવેલ નામ વગરના ગેરેજ બહાર ઉભેલી કાર માંથી દારૂની પેટી નંગ -5 માં બોટલ નંગ -59 જેની કિમંત રૂ .29,500/- ના દારૂનાં જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય પોલીસ.

ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાર્યરત હોઇ જેની કડક અમલવારી થાય તે હેતુથી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર નાઓએ અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા નાઓને ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી તથા દારૂની હેરાફેરી કરતાં અસામાજીક ઇસમો ઉપર વોચ રાખી દારૂબંધી બાબતે પરીણામલક્ષી અને અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હતી . જે સૂચના આધારે જીલ્લા પોલીસ વડાએ જીલ્લાના અધિકારી ઓને ખાસ સૂચના કરેલ હતી.

અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળા અને એલ.સી.બી. ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરી ચોરીછૂપીથી દારૂની હેરાફેરી, વેચાણ કરતા ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી હતી . તેના પરીણામ સ્વરૂપ હે.કો જયદીપસિંહ રાજેન્દ્રસિંહ તથા અ.હે.કો રાજુજી જામાજીને સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન હદના હાંસલપુર આસોપાલવ હોટલ સર્કલ થી વિરમગામ તરફ જતા રોડ ઉપર શુભ આર્કેડની બાજુમા આવેલ નામ વગરના ગેરેજ બહાર થી કારમાંથી દારૂની પેટી નંગ -5 બોટલ નંગ -59 જેની કિમંત રૂ . 29,500 / – , મો.ફોન -1 કિ.રૂ. 5000 / – તથા કાર કિ.રૂ. 2,00,000 / – મળી કુલ કિ.રૂ. 2,34,500 / ના મુદ્દામાલ સાથે સોહીલશા મહેબુબશા દિવાન રહે.ભરવાડી દરવાજા અંદર સેતવાડ વિરમગામ નામના ઇસમ ઝડપી પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...