ઉજવણી:અમદાવાદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાએ પેન્શન બંધારણ અધિકાર દિવસ ઉજવ્યો

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા તલાટી મંડળ પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના કર્મચારી મંડળોના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા

અમદાવાદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો - અમદાવાદ દ્વારા વિરમગામ તાલુકા સ્થળે જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે -14મી એપ્રીલ 2022ના દિવસને પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા તલાટી મંડળ પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના કર્મચારી મંડળોના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપ પ્રમુખ ગુજરાત રાજ્ય તલાટી મંડળ અને મહામંત્રી કર્મચારી સંઘ અમદાવાદ મિતુલભાઈ ગઢવી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નરેન્દ્રભાઇ જાદવ અને મંત્રી ગોવિંદભાઈ અને જિલ્લા પ્રતિનિધિ ઋતુરાજ સિંહ, અમદાવાદ અને વિરમગામના માધ્યમિક સંઘના હોદ્દેદારોમાંથી સુનીલભાઈ રાવલ અને કમલેશભાઈ પટેલ અને ખુબ મોટી સંખ્યામાં વિવિધ વિભાગોના કર્મચારીઓ હાજાર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત જુદા જુદા સંઘના પ્રમુખ, મંત્રીઓ અને અન્ય મહેમાન દ્વારા મા સરસ્વતી અને બંધારણના ઘડવૈયા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરને દીપ પ્રાગટય અને ફૂલહાર દ્વારા પૂજન કરીને કરવામાં આવી હતી. બંધારણ દિવસને પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી સંકલ્પ પાત્રનું વાંચન કરવામાં આવ્યું હતુંં. જેમાં દરેક સંઘના વિવિધ હોદ્દેદારો અને ખુબ મોટી સંખ્યામાં વિવિધ વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...