આવેદન:અમદાવાદ જિલ્લા ફેર પ્રાઇઝ શોપ્સ એસો. દ્વારા કલેક્ટરને આવેદન

વિરમગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂ કરેલા પ્રશ્નોનો યોગ્ય હકારાત્મક નિરાકરણ ન આવે તો જિલ્લાના તમામ ડીલરો સામૂહિક રાજીનામાં આપશે

અમદાવાદ જિલ્લા ફેર પ્રાઇઝ શોપ્સ એસોસિએશન દ્વારા 7 ઓક્ટોબર 2021 ના રોજ બોલાવવામાં આવેલ જનરલ મીટીંગ માં શેર પ્રાઇસ ઓફ એસોસિએશન મીટીંગના એજન્ડાના કામો સારંુ મળી હતી જેમાં ઠરાવો સર્વાનુમતે કરયા હતા જે ઠરાવો અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન મુજબ વિતરણના દિવસોમાં સર્વર સ્લો થવાના કારણે ગ્રાહકો સાથે સંઘર્ષ,વિતરણ તારીખ શરૂ થાય તે પહેલા જથ્થો જે તે દુકાનો સુધી નહી પહોંચતા ગ્રાહકો સાથે સંઘર્ષ,રોજ નવી નવી એક તરફી સરકારની સૂચનાથી નારાજ, માલ ઘટ મજરે આપવા અપોષણ કમિશનના પડતર પ્રશ્નો, સરકારમાંથી નહીં મળેલ જથ્થાના નાણાં રિફંડની યોગ્ય જોગવાઈઓનો અભાવ કમિશન નિયમિત મળતું ન હોવાના અને ટીડીએસ કપાતનો પ્રશ્ન, ઓફલાઈન વિતરણ નિયમોનુસાર કરવા છતા તપાસના નામે બિનજરૂરી હેરાનગતિ,

આ અગાઉ રાજ્ય એસોસિએશન દ્વારા રજુ કરેલ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર અપાયું અને જિલ્લા ફેર પ્રાઈસ ઓફ એસોસિએશન દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં થાય તો ઓક્ટોબર 2021ના વિતરણ વ્યવસ્થામાંથી ડીલર તરીકે સામૂહિક રાજીનામું આપવા મજબૂરી થયા છીએ.

અન્ય સમાચારો પણ છે...