ભાસ્કર વિશેષ:‘બાલ કવચ’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાને ઉત્કૃષ્ટ કામગીરી માટે ‘ગોલ્ડ’ સ્કોચ એવોર્ડ એનાયત

વિરમગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાલ કવચ” કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાને ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો “ગોલ્ડ” સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. - Divya Bhaskar
બાલ કવચ” કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાને ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો “ગોલ્ડ” સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
  • 0થી 5 વર્ષના અને 6થી 18 વર્ષ સુધીના તમામ બાળકોનો હેલ્થ સરવે કરાયો

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદ જિલ્લામાં બાળકોને કોવીડ-19 માંદગી તથા મુત્યુથી બચાવવા માટે બાલ કવચ ફેઝ-1 અને ફેઝ-2 અંતર્ગત કલેકટર (સંદીપ સાગલે આઈ.એ.એસ) અને જિલ્લા વિકાસ અધિકારી (અનિલ ધામેલીયા આઈ.એ.એસ) તેમજ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા ના અધિકારી ડો.શૈલેશ પરમાર (મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી), ડો. ગૌતમ.વી.નાયક (આર.સી.એચ અધિકારી), ડો.ચિંતન દેસાઈ (એપેડેમીક મેડીકલ ઓફીસર),

તાલુકા હેલ્થ ઓફિસર, ડો.ભાવેશ લીમ્બાચીયા (આર.બી.એસ.કે નોડલ ઓફિસર), ડો.કોમલ વ્યાસ (ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર), ધ્રુમિલ પંડ્યા (ડેટા મેનેજર ) તેમજ સમગ્ર આર.બી.એસ.કે ટીમ અને આશા-આંગણવાડી કાર્યકર, અને સમગ્ર હેલ્થ ટીમ ના સીધા માર્ગદર્શન હેઠળ ૧૧૫૬ આશા,આંગણવાડી તથા આરોગ્યની ટીમ દ્વારા ધરે ધરે ફરીને 0 થી 5 વર્ષના 159572બાળકોનું તથા 6 થી 18 વર્ષના259710 બાળકોનું પ્રાઈમરી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

બાલ કવચ અંતર્ગત આમ કુલ 4,19,282 બાળકોનો સર્વે કરવામાં આવ્યો. સર્વે દરમ્યાન જન્મ સમયે ઓછુંવજન,અતિ-કુપોષિત,કુપોષિત,કીડની,હદય,કેન્સર,થેલેસેમિયા,ટી.બી.,એચ.આઈ.વિ. જેવી ગંભીર બીમારીઓ ધરાવતા 0 થી 5 વર્ષના 1296 અને 6 થી 18 વર્ષના 292 એમ કુલ 1988 જોખમી બાળકો શોધી કાઢી આવા તમામ બાળકોની ધનીષ્ટ આરોગ્ય તપાસ આર.બી.એસ.કે.ની 27 ટીમ દ્વારા કરવામાં આવી અને જોખમી બાળકોને વધુ તપાસ માટે નિષ્ણાંત તબીબો પાસે રીફર કરવામાં આવેલ અને કુપોષિત બાળકોને આંગણવાડી સેન્ટર ખાતે થી ટેક હોમ રેશન આપી બાળકોનું વજન વધે તે માટે પ્રયત્ન હાથ ધરેલ છે તેમજ જિલ્લા લેવલના અધિકારીઓ દ્વારા તે બાળકોની મુલાકાત કરી વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમા આવા તમામ જોખમી બાળકોને જરૂર પડે રીવર્સ કોરનટાઇન અર્થે જરૂરી પગલા લેવામાં આવશે કે જેથી બાળકોમાં કોવીડના રોગનું પ્રમાણ અને મુત્યુ ધટાડી શકાય. સર્વે વાલીઓને અપીલ છે કે સત્વરે પોતાનું કોવીડ રસીકરણ કરાવીલે અને વારંવાર હાથ ધોવા,સામાજિક અંતર જાળવવું,માસ્ક અવસ્ય પહેરવું જેવા કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયરનું પાલન કરે. તા.6 જાન્યુઆરીના રોજ ઉપરોક્ત કામગીરીને ધ્યાને રાખી રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ “ગોલ્ડ” કેટેગરી નો એવોર્ડ એનાયત થયેલ છે. જે સમગ્ર અમદાવાદ જીલ્લાનું ગૌરવ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...