વિસર્જન:અગલે બરસ તુમ જલ્દી આના, જિલ્લાના વિરમગામ, વહેલાલમાં વાજતે ગાજતે ગણપતિ બાપાને વિદાય અપાઇ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરમગામના રાજમાર્ગો પર ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ - Divya Bhaskar
વિરમગામના રાજમાર્ગો પર ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ
  • શુક્રવારે ગણેશોત્સવના છેલ્લા દિવસે વિઘ્નહર્તા વિનાયકને ઢોલ-નગારા-ડીજે, શરણાઇ સાથે વાજતેગાજતે વિદાય આપવામાં આવી
  • અમદાવાદ​​​​​​​ જિલ્લામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતી બાપાને વિદાય આપતી વખતે અનેક ભાવિકો ભાવવિભોર બન્યા, પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું

વિરમગામ શહેર અને તાલુકામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતી બાપાની શાસ્ત્રોક્ત વિધી પુર્વક સ્થાપના કરવામાં આવી હતી. શુક્રવારે ગણેશોત્સવના છેલ્લા દિવસે વિઘ્નહર્તા વિનાયકને ઢોલ નગારા ડીજે શરણાઇ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. વિરમગામના રાજમાર્ગો ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પાર્વતી પુત્ર ગજાનંદને વિદાય આપતી વખતે ભાવિકો ભાવવિભોર બન્યા હતા. ગણેશજીની મુર્તિઓનું ડુમાણા રોડ પર આવેલ કોરી તલાવડીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

વિરમગામ શહેરમાં શુક્રવારે ગણેશ વિસર્જનના દિવસે વહેલી સવારથી જ ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ શહેરમાં મોટી પંડાલોના 18 સહિત નાના મોટા 200થી વધુ વિઘ્નહર્તા ગણપતિ બાપાની મુર્તિઓનુ શુક્રવારે વિસર્જન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનના સ્થળ ઉપર તળાવમાં મોટા તરાપા, ક્રેન, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સહિત તેજસ રબારી, કિરણસિંહ પરમાર, હરીશભાઇ મચ્છર, નગીનદાસ દલવાડી સહિત સામાજિક કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા પણ રાજમાર્ગો ઉપર ગણેશજીની શોભાયાત્રાને લઈને ઠેરઠેર પોલીસ પોઈન્ટ સહિત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું.11 દિવસથી વહેલાલમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરીને ગણપતિ બાપાનું પૂજન અર્ચન કરવામાં આવતું હતું. આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોવાથી વહેલાલમાં મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યારબાદ “ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના” સહિતના જય ઘોષ કર્યા હતા.કોઈએ વહેલાલ બ્રહ્માણી તળાવમાં કોઈએ હરસોલી કેનાલમાં વિસર્જન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...