હિટ એન્ડ રન:વિરમગામથી ભોજવા સ્કૂલમાં એક્ટિવા પર જઈ રહેલી શિક્ષિકાને પાછળથી કારે ટક્કર મારતાં મોત

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષિકાના એક્ટિવાની તસવીર - Divya Bhaskar
શિક્ષિકાના એક્ટિવાની તસવીર
  • માંડલ રોડ પરથી કાર પોલીસને મ‌ળી આવતા જપ્ત કરાઇ
  • કારનો ચાલક કાર માંડલ રોડ પર કાર મૂકી ફરાર થયો, વિરમગામ ટાઉન પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી

વિરમગામ-માંડલ હાઈવે પર સોમવારે સવારે વિરમગામ થી ભોજવા ત્રિપદા ગુરુકુલમ સ્કૂલમાં એકટીવા લઈને જઈ રહેલી શિક્ષિકાને પાછળની તરફથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી આગળની તરફ હીરો મેસ્ટ્રો લઈને જઈ રહેલી શિક્ષિકા માસુમાબેનના સ્કૂટરને પાછળની તરફ થી જોરદાર ધડાકાભેર અથડાતા માસુમા બહેનને માથામાં મોઢાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માત કરી ઇકો ગાડી સાથે ચાલક નાસી છૂટવામાં સફળ થયો હતો. મોડી સાંજે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા માંડલ રોડ ઉપરથી ઈકોગાડી ઝડપી પાડી હતી અને ચાલકની શોધખોળ શરૂ કરી હતી.

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના પિતરાઇ ભાઇ હકીમુદ્દીન અબ્બાસભાઈ પટેલ (રહે.અલીગઢ ,વિરમગામ)એ આપેલી ફરિયાદ અનુસાર સોમવારે સવારે ભોજવા ગામ તરફના ખેતરે ગ્રાન્ડ આઇટેન ગાડી લઈને જઇ રહ્યો હતો ત્યારે મારા મામાની દીકરી માસુમાબેન વા/ઓ આસિફભાઇ કપાસી રહે,અલીગઢ,વિરમગામ ભોજવા ગામેથી આગળ થોડે દૂર ત્રિપદા સ્કૂલ તરફ હિરો મેસ્ટૌ સ્કૂટર લઈને થોડે આગળ જઇ રહી હતી ત્યારે પાછળની તરફ થી ઇકો ગાડીના ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળની તરફ જઈ રહેલ માસુમાબેન ના સ્કૂટર સાથે પાછળની તરફ થી માસુમા બેન રોડ પર પછડાટ ખાઈને પડી ગયેલ જેથી ગાડી થોભાવી જોતા માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા માસમાં બેન સ્થળ પર જ મોત થયેલ ત્યારે ઇકો ગાડી નંબર GJ 38 BA 0792નો ચાલક સ્થળ પરથી તેની ગાડી માંડલ રોડ તરફ ભગાડી ગયો હતો. 108 એમ્બ્યુલન્સ દ્વારા ગંભીર ઘાયલ શિક્ષિકાને ને વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કરેલ જે બાબતે ઇકો ચાલક વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસ એ.એસ.આઇ. ભરતસિંહ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...