તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વિરમગામ રેલવે ઓવરબ્રિજ પર યુવકને ચાઇનીઝ દોરી વાગી

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોરી વાગતા મોઢા પર 6 ટાંકા આવ્યા

વિરમગામ શહેરમાં ઉત્તરાયણની પહેલાં જ પતંગ ચગાવવા શરૂ થઈ ગયા છે. 29 ડીસેમ્બર સોમવારે પોપટ ચોકડીથી રેલવે ઓવરબ્રિજ પર બાઇક સવાર યુવક વિનોદકુમાર અરવિંદભાઈ રાવળ પોતાના બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે અચાનક પતંગની ચાઈનીઝ દોરીનો ઘસરકો વાગતા તાત્કાલિક વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં યુવકને 6થી વધારે ટાંકા લેવામાં આવ્યા હતા. ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરી શહેરમાં પતંગ રસિયાઓ ઉપયોગ કરવા લાગ્યા છે. જેમા રેલવે બ્રીજ પર ચાઇનીઝ દોરીથી ઘવાતા રાહદારીઓ, બાઇક ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ તેનો ગેરકાયદે વેપાર કરે છે. જેના કારણે કેટલાય લોકોને દો રીથી ઇજા થાય છે અને કેટલાક કિસ્સામાં તો મોત પણ થાય છે. ચાઇનીઝ દોરીનો વેપાર કરતાં વેપારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો