તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:સચાણા પાસેથી કતલખાને લઇ જવાતા 7 પશુ સાથે ટ્રક ઝડપાઇ

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી, 2 શખ્સને ઝડપી લીધા, પશુને પાંજરાપોળ મોકલ્યા

વિરમગામ રુરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીરમગામ રુરલ પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન સચાણા-ઓગણ રોડ ઉપર શકમંદ આઇસર ગાડી પસાર થતા રોકી તપાસ તલાશી લેતા કતલખાને લઈ જવાતી નાની મોટી 7 ભેંસો સાથે બે ઇસમોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

વિરમગામ રુરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રુરલ પીએસઆઇ વી.એ.શેખ,અ.હે.કો.નરેન્દ્રસિંહ ખોડાભાઈ ચાવડા,પો.કો.ધીરુભાઈ માધુભાઈ કોળી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સચાણા-ઓગણ રોડ ઉપર એક ટાટા આઇસર ગાડી પૂર ઝડપે આવતી હતી જે આ બાબતે શક પડતા ગાડી થોભાવી તપાસ કરતા ગાડીમાં ઘાસચારો તથા પાણીની સુવિધા વગર તળિયા માં માટી ની કોઈ વ્યવસ્થા ન રાખી પશુઓને દોરડા થી બાંધી શારીરિક ત્રાસ ઉપજે તે રીતે ગાડીમાં ખીચોખીચ ભરી કતલખાને કતલ કરવા લઈ જવાતા કુલ નાના મોટા 7 પશુઓ જેની કુલ કિંમત રૂપિયા 44000 તથા આઇસર ગાડી કિંમત રૂપિયા 3લાખ મળી કુલરૂપિયા 3,44000ના મુદ્દામાલ સાથે કાસમભાઈ નૂર મહંમદ સંધિ (રહે. કાસમપુરા વિરમગામ), સલીમભાઈ નવાબભાઈ પઠાણ (કુંભારવાડા -રૈયાપુર રોડ વિરમગામ) વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...