પરિવારે આભાર માન્યો:વિરમગામના જુનાપાધરની કાચી કેનાલ પાસે 108ની ટીમે ડીલવરી કરાવી

વિરમગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ 108 એમ્બુલન્સ ટીમને મંગળવારે બપોરે 1:30 કલાકે જુનાપાધર ગામમાંથી ડીલેવરી માટેનો કોલ આવ્યો હતો. 108 એમ્બુલન્સ ટીમ તાત્કાલિક જુનાપાધર ખાતે પહોંચી પરંતુ કેનાલની સામેની પાર ઝૂંપડામાં દર્દી અને તેનો પરિવાર રહેતો હોવાથી પાણીમાં ઉતરીને સગર્ભા બહેનને 108 સુધી લાવવામાં આવ્યા. પરંતુ કેનાલના કિનારા પર જ બાળકનું માથું બહાર આવી જતા 108 ની ટીમ દ્વારા ત્યાં જ ડીલેવરી કરાવવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને બાળકને વિરમગામ ખાતે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. મારી સાથે પાયલોટ તરીકે જીગર પરમાર હતા તેમ વિરમગામના ઇએમટી હરેશ રમણાએ જણાવ્યું હતું. આમ વિરમગામના જુનાપાધરની કાચી કેનાલ પાસે 108ની ટીમે ડીલવરી કરાવતાં સગર્ભા અને તેનો પરિવારે 108નો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...