બંને આરોપી રિમાન્ડ પર:ગોંડલ લઇ જવાતું ખાદ્યતેલ ભરેલું ટેન્કર વિરમગામ પાસેથી ખાલી મળ્યું

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21.58 લાખના ખાદ્યતેલના મુદ્દામાલ સાથે વટવા GIDCમાંથી 2 આરોપીને વિરમગામ રૂરલ પોલીસે ઝડપ્યા, બંને આરોપી રિમાન્ડ પર

મધ્યપ્રદેશના સતનાથી ગોંડલ આવવા ખાદ્યતેલનો જથ્થો લઇ નીકળેલું ટેન્કર વિરમગામ પાસેથી ખાલી હાલતમાં મળી આવ્યું હતું. જેની તપાસ વિરમગામ પોલીસે શરૂ કરતાં વટવા જીઆઇડીસીમાંથી 2 આરોપી સાથે 30.500 કિલો ખાદ્યતેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓના તા.24 સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

તારીખ 30 એપ્રિલ 2022 ના બપોરના 2 વાગે સતના (મધ્યપ્રદેશ) ખાતે આવેલ બેતુલ ઓઇલ લીમીટેડ કંપનીમાથી ટેન્કર નંબર GJ.12.AZ.3847 નો ચાલક ડ્રાયવર ચૈનારામ દામારામ (રહે . ફરસુણતા.જેસલમેર જી.જોધપુર) રાઇસ બ્રાન રીફાઇન ઓઇલ ખાધ તેલ વજન 34 ટન 430 કીલો કિ.રૂ .49,80,665નો ખાદ્ય તેલનો જથ્થો ભરી ગોંડલ ખાતે ખાલી કરવા ટેન્કર લઇ નિકળેલો અને આ ડ્રાયવરે રસ્તામાં મધ્યપ્રદેશથી વિરમગામના સોકલી ગામ બસ સ્ટેશન વચ્ચે કોઇ પણ જગ્યાએ ટેન્કરમાં ભરેલું તેલ રસ્તામા સગેવગે કર્યું હતું.

જે બાબતે તેલ મંગાવનાર હસમુખલાલ દયારામભાઇ જાતે.ઠકકરે (રહે.ઉંઝા જી.મહેસાણા) સાથે વિશ્વાસઘાતની તા .4 મે 2022ના પહેલા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોધાવતા ગુનો દાખલ કરવામા આવ્યો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ આર. યુ. ઝાલા તથા સ્ટાફના અ.હે.કો રમેશભાઇ ગણેશભાઇ, આ.પો.કો છત્રસિંહ ઉદેસિંહએ સીસીટીવી કેમેરા દ્વારા તપાસ તજવીજ કરતા વટવા જી.આઇ.ડી.સી ગજાનંદ એસ્ટેટના ગોડાઉન નંબર 109માંથી આ ગુનામા ગયેલો મુદામાલ પૈકીનો 30,500 કિલો ખાદ્યતેલ કિ.રૂ.44,00,665નો મુદ્દામાલ આ કામના પકડાયેલ આરોપીઓ રમેશચંદ્ર ઓમકારલાલ માળી (ગોમતીપુર) અને વર્ષીચંદ્ર કનૈયાલાલ માળી (નારોલ)એ ખરીદ કર્યો હતો.

જે ખાદ્યતેલમાંથી 13,905 કિલોગ્રામ કિ.રૂ.20,71,845નું તેલ મળી કુલ રૂ .21,58,315નો મુદ્દામાલ ગુનાના કામે આરોપીઓના કબજામાંથી કબજે કરવામાં આવ્યો છે અને આ આરોપીઓની પુછપરછમાં આરોપીઓએ અગાઉથી પુર્વયોજીત કાવતરૂ રચી આ ગુનો આચરેલ હોવાનુ જણાઇ આવ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...